Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કરુણા અભિયાન અંતર્ગત વિશેષ કામગીરી હાથ ધરાઈ : એનીમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર સંપર્ક કરવો

એનીમલ હેલ્પલાઈન

૧૧ પશુચિકિત્સા અધિકારી અને ૨૦ પશુધન નિરીક્ષક ટીમોની નિમણુક કરવામાં આવી

આણંદ : ઉત્તરાયણ પર્વે કરુણા અભિયાન દરમિયાન પશુ-પંખીઓની વિશેષ કાળજી લેવાય અને અબોલ જીવની જાનહાની ના થાય તે માટે પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત આણંદ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરાઈ છે.

આણંદ જિલ્લામાં તા.૧૦/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પશુપાલન વિભાગ, આણંદ દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન અબોલ પશુ-પક્ષીઓને હાનિ થતાં બચાવી શકાય તે હેતુથી કુલ ૧૧ પશુચિકિત્સા અધિકારી અને ૨૦ પશુધન નિરીક્ષક ટીમની નિમણુક કરવામાં આવી છે.

ઉત્તરાયણ તહેવાર નિમિત્તે લોકો ઘણીવાર અબોલ પશુઓને વધુ પડતો લીલો ચારો કે ઘુઘરી ખવડાવી દે છે જેનાથી પશુઓની પાચન ક્રિયામાં નકારાત્મક અસર થાય છે અને પશુઓને એસીડોસીસ થવા તેમજ આફરો ચડવા જેવી સમસ્યા ઉભી થાય છે. વધુમાં આ કારણથી પશુનું મૃત્યુ પણ થઇ શકે છે. તેથી આ બાબતે ખાસ ધ્યાન રાખવા અને પૂરતી કાળજી લેવા નાગરીકોને જણાવવામાં આવે છે.

ઉત્તરાયણના તહેવાર દરમિયાન જ્યારે પતંગરસીકો દ્વારા પતંગ ચગાવવા માટે સામાન્ય દોરીને સ્થાને પ્લાસ્ટિક દોરી, ચાઈનીઝ દોરી અથવા વધુ કાચથી રંગાયેલી દોરીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો સૌથી વધુ નુકસાન આ પ્રકારની દોરીઓથી ઘવાતા અબોલ પક્ષીઓને થાય છે.

પતંગરસીકોએ પ્લાસ્ટિક દોરી, વધુ કાચથી રંગાયેલી દોરી અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ સદંતર ટાળવો જોઈએ તેમજ પતંગ સવારના ૯-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન જ ચગાવવી જોઇએ જેથી અનેક પક્ષીઓનો જીવ બચાવી શકાય. જો ક્યાંય કોઈ પક્ષી ઘાયલ થયેલું દેખાય તો નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તેની તાત્કાલીક સારવાર કરાવવી જોઈએ અને ઘાયલ પક્ષીને સમયસર સારવાર મળે તે માટે એનીમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર તાત્કાલીક સંપર્ક કરવાનો જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

Other News : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લામાં વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૧૭.૬૮ લાખથી વધુ મતદારો

Related posts

વિદ્યાનગર : કોરોના દર્દીનો મૃતદેહ લવાતા થયેલ ઉગ્ર વિવાદ મામલે પોલીસે ૫૦ શખ્સોની ધરપકડ કરી…

Charotar Sandesh

આખરે આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલ માટે નવી જગ્યા ફાળવાઈ : રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, જુઓ

Charotar Sandesh

નડિયાદ MGVCL કચેરીમાં કોરોના વિસ્ફોટ, ૨૫ કર્મચારીઓ પોઝિટિવ…

Charotar Sandesh