Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યું પોર્ટલ, જાણો લોકોને કેવી રીતે મળશે સહારા ઈન્ડિયામાં જમા પૈસા

સહારા ઈન્ડિયા

આ પોર્ટલ દ્વારા તે રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે જેમની રોકાણની અવધિ પૂર્ણ થઈ ગઈ છે, રોકાણકારોને તેમના નાણાં કેવી રીતે પાછા મળશે તેની માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. દેશભરના રોકાણકારોના કરોડો રૂપિયા સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે.

સહારા ઈન્ડિયામાં રોકાણ કરનારા 10 કરોડ રોકાણકારોને આજે સારા સમાચાર મળ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવાર, 18 જુલાઈના રોજ સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા સહારામાં રોકાણ કરનારા રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે. આ રિફંડ પોર્ટલ દ્વારા, રકમ તે રોકાણકારોને પરત કરવામાં આવશે જેમની રોકાણની પરિપક્વતા પૂર્ણ થઈ ગઈ છે.

રોકાણના નાણાં રિફંડ સંબંધિત તમામ માહિતી રિફંડ પોર્ટલ https://mocrefund.crcs.gov.in/deposit પર ઉપલબ્ધ હશે

સહકાર મંત્રાલયે સહારા જૂથની સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં નાણાં જમા કરાવનારા રોકાણકારોને રાહત આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી, સુપ્રીમ કોર્ટે CRCSને 5,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.

Other News : કર્ણાટક હાઇકોર્ટનો મોટો ચુકાદો : પત્નીની સારસંભાળ કરી શકો તો માતા-પિતાની કેમ નહીં : ભરણષોષણ ચૂકવવા આદેશ

Related posts

કોરોનાએ ભારતમાં અડિંગો જમાવ્યો : ૨૪ કલાકમાં ૧૩,૫૮૭ કેસો અને ૩૩૬ના મોત…

Charotar Sandesh

1.5 km દોડીને પોલીસ પાસે ગયો 8 વર્ષનો દીકરો, કહ્યું મારા પપ્પા મમ્મીને મારે છે

Charotar Sandesh

ભારતીય સેના PM મોદીની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી: રાહુલ ગાંધી

Charotar Sandesh