Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠમાં અષાઢી તોળાઈ : ચાલુ વર્ષે વરસાદ પાછોતરો રહેશે તેવું અનુમાન

અષાઢી
અષાઢી નો વરતારો ખેડૂતો માટે લાભદાયી હોવાનો સંકેત આપી રહ્યો છે
તલ, ઘઉં ,જુવાર નો પાક વધુ , મગ અને ડાંગર નો પાક ઓછો

આણંદ : ઉમરેઠના ઐતિહાસિક મંદિર એવા શ્રીચંદ્રમુલેશ્રવરમહાદેવ મંદિરના પરિસરમાં શનિવારે પરંપરાગત અષાઢી તોલવામા આવી હતી.

આ વરસે અષાઢી નો વરતારો ખેડૂતો માટે લાભદાયી હોવાનો સંકેત આપી રહ્યો છે,મોટે ભાગે પાક સારો પાકશે તેવી આશા બંધાઈ છે, તેમજ મબલખ પાકની આશા બાંધતા વેપારી વર્ગ માં ખુશી જોવા મળી હતી. ઉમરેઠનાં પૌરાણિક શિવાલય શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી હતી, ઉમરેઠમાં ચન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢ વદ એકમના દિવસે અષાઢી જોખવાની પરંપરા ચાલે છે. પૂનમની સાંજે જુદા જુદા ધાન્યો અને કઠોળનું એક એક તોલો વજન કરી કોરા કપડામાં પોટલી બનાવી મૂકવામાં આવે છે અને તમામ પોટલી એક કુંભમાં મૂકી મહાદેવના ગર્ભગૃહમાં પંચ રૂબરૂ મૂકવામાં આવે છે. બીજા દિવસે એટલે કે, અષાઢ વદ એકમના દિવસે પંચ રૂબરૂ કુંભ બહાર કાઢી ફરી તમામ ધાન્યો અને કઠોળ તોલવામાં આવે છે તોલમાપ કરતા ધાન્યમાં ફેરફાર થાય તેને અષાઢી કહેવામાં આવે છે.

જો કોઈ કઠોળ કે ધાન્યનું વજન ઓછું થાય તો તેનો પાક ઓછો થાય છે અને વેપારીઓ તે વસ્તુનો ધંધો કરવામાં તકેદારી રાખતા હોય છે, જ્યારે કોઈ વસ્તુના વજનમાં વધારો થાય તો તે વસ્તુનો પાક સારો થાય છે તેવી ખેડૂતો અને વેપારીઓમાં માન્યતા છે. વરસાદના વરતારા માટે માટીનો ઉપયોગ – વરસાદનો વરતારો જાણવા માટે ધાન્યોની જગ્યાએ પોટલીમાં માટી મુકવામાં આવે છે. બીજે દિવસે આ માટી જે પ્રમાણે ભીનાશ પકડે તે મુજબ વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદ પાછોતરો રહેશે તેવું અનુમાન છે.

Other News : વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Related posts

આણંદમાં વરસાદ થતા ખેડૂતોમાં વધી ચિંતા ગરમીથી સ્થાનિકોને મળી રાહત…

Charotar Sandesh

આણંદ જિલ્લામાથી કોરોનાનો કહેર ઘટ્યો, હજી સાવચેતીની ખુબજ જરૂર…

Charotar Sandesh

રાજ્યના નગરોમાં માર્ગોની મરામત-રિપેરીંગ-રિસરફેસીંગ માટે તત્કાલ ૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા

Charotar Sandesh