Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લાના વ્યાજખોરોમાં ફફડાટ : બે સલુનવાળા પાસેથી ૩૫ ટકા વ્યાજ વસુલનાર ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

વ્યાજ વસુલનાર

આણંદ-ઉમરેઠ-ભાલેજ-હાડગુડ-ગામડીમાં ઉંચા ટકાએ વ્યાજ વસુલતા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ

આણંદ : જિલ્લા સહિત રાજ્યભરમાં વ્યાજખોરીના ગોરખધંધાને અંકુશમાં લાવવા સરકાર દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમરેઠ ખાતે રહેતા અને સલુનના વ્યવસાય સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને ત્રણ શખ્સો દ્વારા ઉછીના આપેલા રૂપિયાનું ૩૫ ટકા વ્યાજ વસુલ કરીને વધુ પૈસાની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ ગત ૧૭-૧૨-૨૨ના રોજ આણંદના રેલ્વે ફાટક પાસે આવેલી નુરાની કોલોનીમાં રહેતા અને વ્યાજે પૈસા ધીરધાર કરવાનો ધંઘો કરતા ઈ.એ. મોહંમદ ઈકબાલ અને અજીજભાઈ રહીમભાઈ શેખ પાસેથી ૨ હજાર ઉછીના લીઘા હતા. તેમણે ૧૦૦ રૂપિયા વ્યાજના કાપીને ૧૯૦૦ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ દરરોજ ૬૦ રૂપિયા લેખે કુલ ૧૨૬૦ વસુલ કરીને વધુ ૧૩૮૦ની માંગણી કરીને વ્યાજની વસુલીનું કામકાજ કરતા જમીરખાન ઈશાકખાન પઠાણ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. તપાસ કરતા અખ્તરભાઈ અબ્દુલભાઈ ખલીફાએ પણ વ્યાજે લીઘેલા ૫ હજારની સામે ૩૫ ટકા વ્યાજ વસુલીને તેમની પણ સતામણી કરવામાં આવતી હતી. જેથી તેઓએ ઉમરેઠ પોલીસ મથકે જઈને ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

Other News : પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર : ઉત્તરાયણના દિવસે પવનને લઈ કરાઈ આગાહી, જુઓ

Related posts

કોરોનાને લઈ આણંદનું તંત્ર થયું સતર્ક : જિલ્લામાં કેટલાંક નિયંત્રણો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું

Charotar Sandesh

પ્રી-મોન્સુન એક્ટીવીટીને કારણે વાતાવરણમાં પલ્ટો : જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી ?

Charotar Sandesh

આજે ઉત્તરાયણ : એ કાપ્યો…. લપેટની ધૂમ સાથે રંગબેરંગી આકર્ષક પતંગોથી આકાશ ભરાશે…

Charotar Sandesh