Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકાની હોસ્પિટલો બાળકોના કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોથી ભરાઈ

વેરિએન્ટ ઓમિક્રોન

USA : કોરોના સાથે સંકળાયેલ બાળરોગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં નવા દર્દીઓ દાખલ થયા છે. ન્યુયોર્ક સિટીમાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાનો દર ચાર ગણો વધી ગયો છે. આમાંથી અડધા બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના છે. આ વય જૂથના દર્દીઓ હજુ પણ રસી માટે અયોગ્ય છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર છેલ્લા સાત દિવસમાં યુ.એસ.માં દરરોજ સરેરાશ ૧૯૦,૦૦૦ નવા કેસ સામે આવી રહ્યા છે. તો અમેરિકાના ટેક્સાસથી બાળકોને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાના અહેવાલો છે. યુએસ મીડિયા અનુસાર ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના કો-ચેરમેન ડો.જિમ વર્સાલોવિક કહે છે કે તેમની હોસ્પિટલમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોના દાખલ થવાનો દર છેલ્લા એક સપ્તાહ દરમિયાન બમણો થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મોત થયું છે

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક ૮૦ વર્ષના ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. તેઓ ફુલી વેક્સીનેટેડ હતા પરંતુ તે ઉંમર સાથે જોડાયેલી બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે. સોમવારે અહીં ૬,૦૦૦થી વધુ કોરોના કેસ જોવા મળ્યા હતા.

હાલમાં ૫૨૪ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી ૫૫ની હાલત ગંભીર છે. યુનિસેફના જણાવ્યા અનુસાર ભારત સહિત વિશ્વના ૮૨ દેશોમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા કુલ ૩૪ લાખ મૃત્યુમાંથી માત્ર ૦.૪ ટકા (લગભગ ૧૨ હજાર) બાળકોના છે. આ આંકડામાં કિશોરો અને ૨૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે.

આ ૧૨ હજાર મોતમાંથી ૫૮ ટકા મૃત્યુ ૧૦-૧૯ વર્ષની વયજૂથમાં થયા છે. તો ૧૨ હજાર મોતમાંથી ૪૨ ટકા મૃત્યુ ૦-૯ વર્ષની વય જૂથમાં થયા છે. ૨૨ ડિસેમ્બર સુધી વિશ્વમાં કોવિડના ૨૭ કરોડથી વધુ કેસ હતા અને ૫૩ લાખથી વધુ લોકોના મોત થયા હતા.અમેરિકામાં કોરોનાવાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે.

ઓમિક્રોનના પ્રથમ કેસના એક મહિનાની અંદર આ વેરિઅન્ટ વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. ઓમિક્રોનના લીધે કેટલાક દેશોમાં બાળકોને દાખલ કરવાનો દર પણ વધી ગયો છે.

  • Nilesh Patel

Other News : નાસા દ્વારા સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું

Related posts

કોરોનાનો કહેર : અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર…

Charotar Sandesh

ફરી ધમાસાણ યુદ્ધ છેડાયું : રશિયાએ યુક્રેનનું ઈરપિન શહેર સંપૂર્ણ બરબાદ કર્યું

Charotar Sandesh

યુ.કે.માં સ્ટડી વિઝા મેળવતા ભારતીયોમાં 93 ટકાનો વધારો…

Charotar Sandesh