Charotar Sandesh
બોલિવૂડ

વિક્કી કૌશલ અને કેટરિનાના ૭-૯ ડિસેમ્બરે લગ્ન કરશે

વિક્કી કૌશલ અને કેટરિના

મુંબઇ : વિકી અને કેટરિના કૈફ બારવાડાના સિક્સ સેન્સેસ ફોર્ટમાં લગ્ન કરવાના છે. જે રણથંભોર નેસનલ પાર્ક થી ૩૦ મિનીટના અતરે આવેલો છે. બન્નેએ સબ્યસાચીને પોતાના આઉટ ફિટ આપી દીધા છે. જોકે એક ઇન્ટરવ્યુમાં કેટરિનાએ લગ્નની વાતને માત્ર અફવામાં ખપાવી હતી. તેણે એમ પણ કહ્યું હતુ તે પોતાના લગ્નની અફવા છેલ્લા ૧૫ વરસથી સાંભળી રહી છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે.

જોકે હવે ઘણી ન્યુઝ ચેનલ અને ફિલ્મ પત્રકારોએ બન્ને લગ્ન કરવાના હોવાની પુષ્ટિ કરી છે. કેટરિના અને વિક્કી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા ૭-૯ તારીખ દરમિયાન લગ્ન કરવાના છે. જેમાં બન્નેના પરિવાર અને ખાસ મિત્રો હાજર હશે. લગ્ન રાજસ્થાનના જોધપુર શહેરમાં પંજાબી વિધીથી કરવામાં આવશે. જેમાં હલદી, મહેંદી, સાત ફેરે જેવી વિધિઓ હશે. ઉપરાંત આ પ્રેમી યુગલ ચર્ચના રીતિ રિવોજો અનુસાર પણ લગ્ન કરશે.

Other News : સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની તબિયત ખરાબ થતાં ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ

Related posts

ટિ્‌વટર પર કંગના-તાપસી પન્નુ આમને-સામને…

Charotar Sandesh

ફિલ્મ આદિપુરુષ પર અયોધ્યાના મુખ્ય પૂજારી ભડક્યા, ફિલ્મને તાત્કાલિક બેન કરવા જણાવ્યું, જુઓ વિગત

Charotar Sandesh

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ લીધી કોરોનાની વેક્સીન…

Charotar Sandesh