Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે વણાકબોરી વિયર ઓવરફ્લો : મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ

મહીસાગર નદી

વણાંકબોરી ડેમ છલકાતાં પાણીની સ્થિતિમાં વળાંક

ઓવરફલો થતાં વણાકબોરી વિયરમાંથી લગભગ ૨૩ હજાર ક્યુસેક્સ પાણી મહીસાગર નદીમાં છોડાયું છે

મહીસાગર : ખેડા-આણંદ જિલ્લાના જીવાદોરી સમાન વણાકબોરી વિયર આજે ઓવરફલો થયો છે. ઉપરવાસમાં વધુ વરસાદ થતાં આ વિયર જેના પર નિર્ભર છે તે કડાણા ડેમમાંથી લગભગ ૨૪.૬૬૬ ક્યુસેકસ પાણી વણાકબોરીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વણાકબોરી વિયરમાં વધુ પાણીની આવક થવાથી વણાકબોરી વિયર સાડા ત્રણ ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે.

ઓવરફલો થતાં વણાકબોરી વિયરમાંથી લગભગ ૨૩ હજાર ક્યુસેક્સ પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. જ્યારે ૨ હજાર ક્યુસેક્સ પાણી મહી કેનાલમાં છોડાયું છે. વિયરમાંથી વધુ પાણી છોડાતા મહીસાગર નદી થઈ બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખેડા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે. તો આ તરફ મહીસાગર નદીના તટ પર આવેલા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.

તેના બદલે આજે ડેમમાં પાણીની સપાટી ૨૨૪ ફુટ એટલે કે ચાર ફૂટ વધી ગઈ છે. હાલ બજાજ સાગર ડેમમાંથી ૪૩,૪૫૨ ક્યુસેક પાણી કડાણા ડેમમાં આવે છે અને કડાણા ડેમમાંથી ૪૨,૭૫૨ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાં આવે છે. જેમાંથી ૨૮,૪૧૬ ક્યુસેક મહીસાગર નદીમાં અને ૩,૦૫૦ ક્યુસેક પાણી કેનાલમાં જાય છે. આમ, મેઘરાજાએ મોડે મોડે પણ અનરાધાર મહેર કરતાં મધ્ય ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીનું ચિત્ર બદલાઈ ગયું છે.

Other News : આણંદ : રાજોડપુરા તલાવડીથી તુલસી ગરનાળા સુધી રોડ ઉપર મસમોટા ખાડાથી અકસ્માતની ભીતિ !

Related posts

આણંદ : મૂળ ગુજરાતીનું અમેરિકામાં કરૂણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ…

Charotar Sandesh

ગુજરાતમાં વધતો જતો કોરોના : નવા ૧૫૮૦ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૧ર કેસો નોંધાયા…

Charotar Sandesh

દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નવયુવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…

Charotar Sandesh