Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

વંદે ભારત ટ્રેનો સાથે આ શું થઈ રહ્યું છે ! જુઓ સતત ત્રીજા દિવસે શું થયું ?

વંદે ભારત ટ્રેનો

વંદે ભારત ટ્રેન સાથે ગાંધીનગરથી મુંબઈ રૂટ વચ્ચે પહેલા તો ભેંસ અથડાઈ, બીજા દિવસે આણંદ નજીક ગાય અથડાઈ હતી

હવે સતત ત્રીજા દિવસે દિલ્હી-હાવરા વચ્ચે દોડતી ટ્રેનમાં મોટર સીઝ થતાં બ્રેક જામ થયેલ જેથી સવાર મુસાફરો અટવાયા હતા, જેની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ હતી

આણંદ : ગત ૧ ઓક્ટોબરના રોજ પીએમ મોદીના હસ્તે ગાંધીનગર ખાતેથી શરૂ થયેલ વંદે ભારત (vande bharat train)ને બે અકસ્માત નડ્યા હતા, જેમાં ગુરૂવારે વટવા નજીક ચાર જેટલી ભેંસો ટ્રેન સાથે અથડાયા બાદ શુક્રવારે આણંદના કણજરી પાસે એક ગાય રેલવે ટ્રેક ઉપર અચાનક આવી જતાં વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ હતી, જેને લઈ સવાર મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. આ ઘટના બાદ રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદ્‌નસીબે બે વખત કોઈ જાનહાની થવા પામેલ ન હતી.

વંદે ભારત ટ્રેન

જ્યારે આજે પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યુ દિલ્હી-હાવરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train) માં અચાનક ખરાબી આવી હતી, જેમાં ખુર્જા રેલવે જંક્શન ઉપર મોટર સીઝ થવાને કારણે બ્રેક જામ થયેલ હતી, જેને લઈ મુસાફરો અટવાયા હતા. દરમ્યાન આ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરવામાં આવેલ. વંદે ભારત ટ્રેન (vande bharat train) ખરાબ થવાને કારણે અંદાજે ૪ કલાક ટ્રેન મોડી શરૂ થયેલ હતી.

વધુમાં, એનઆર અને એનસીઆરના ૬ અધિકારીની એક સંયુક્ત ટીમ આ ઘટનાઓ બાદ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.

Other News : તા.૧૦મીના રોજ શહેર-તાલુકાના આ કેટલાંક માર્ગો પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત

Related posts

ખબર નહોતી ‘સન્ડે દર્શન’ નહીં આપું તો આટલાં મોટા ન્યૂઝ બની જશે ઃ બીગ બી

Charotar Sandesh

તેલંગાણામાં ટીડીપીને ઝટકો : ૬૦ નેતાઓ ભાજપમાં જોડાયા

Charotar Sandesh

૨૪ જાન્યુઆરીથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી…

Charotar Sandesh