Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી રાખવાનો શું મતલબ ? શંકરસિંહ વાઘેલાનો સવાલ

પૂર્વ મુખમંત્રી શંકરસિંહ વાઘેલા

અમદાવાદ : રાજ્યમાં બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડને લીધે મોતનું તાંડવ સર્જાયું છે, જેમાં ઝેરી દારૂ પીવાથી ૩૭ લોકોનાં મૃત્યુ થયા છે, આ સાથે ૮૯ જેટલા વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જેમા અમુકની હાલત ગંભીર છે.

ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય-પીવાય છે, માત્ર નામની જ દારૂબંધી છે : પૂર્વ મુખમંત્રી શંકરસિંહ વાઘેલા

આ ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષ દ્વારા આકરા પ્રહારો કરાઈ રહ્યા છે, ત્યારે પૂર્વ મુખમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહાર કરતા જણાવેલ છે કે, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે તો પછી દારૂબંધી કેમ ?અનેકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી ચૂક્યા છે, તેમ છતાં ફરી એક વખત તેમણે કથિત લઠ્ઠાકાંડ ફરી સરકાર સામે સવાલ કર્યો છે, ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી રાખવાનો શું મતલબ ?

વધુમાં તેઓ સરકાર સામે નિશાન સાધ્યુ છે કે ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય-પીવાય છે, માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. ગુજરાતમાંથી દારૂબંધી કેમ હટાવી લેવાતી નથી.

આ બાબતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, તેઓએ કેજરીવાલે દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવેલ કે, તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમજ આ દુઃખની ઘડીમાં કુટુંબીજનોના પરિવારને સંવેદના વ્યક્ત કરેલ. જેઓએ આ ઘટનાને લઈ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે.

બીજી તરફ કોંગ્રેસે પણ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવેલ કે, આ ઘટના અત્યંંત દુઃખદ છે, ભ્રષ્ટાચારી ભાજપ સરકારમાં ગામથી ગાંધીનગર સુધી હપ્તા રાજ ચાલતું હોવાને કારણે ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે, જે યુવાધનને બરબાદ થઈ રહ્યું છે.

Other News : કથિત લઠ્ઠાકાંડ મામલે CM અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ : આપ નેતા ઈસુદાન ગઢવી

Related posts

ગાંધીનગર કોર્ટમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો : એક ન્યાયાધીશ સહિત ચાર કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

ચરોતરમાં નવલી નવરાત્રિ ઉત્સવની આજથી ભવ્ય શરૂઆત : ખૈલાયાઓ ગરબે ઘૂમશે….

Charotar Sandesh

૨૦ લાખથી વધુ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી…

Charotar Sandesh