Charotar Sandesh
ઈન્ડિયા

ગુજરાત કેમિકલકાંડના માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપે છે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

ગુજરાતમાં કેમિકલકાંડ

નવીદિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે. અત્રે જણાવવાનું કે આ ગોઝારા કેમિકલકાંડથી અત્યાર સુધીમાં ૪૩ લોકોના મોત થયા છે. કોઈ બહેને ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો પતિ તો કોઈએ પોતાના પિતા. સૌથી વધુ મોત બોટાદમાં થયા છે.

બોટાદમાં ૩૨ લોકો અને અમદાવાદમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ૧૫ જેટલા આરોપીઓની પણ ધરપકડ કરી છે. ગઈ કાલે ૭ જેટલા આરોપીઓ પકડાયા હતા. રાહુલ ગાંધીએ આજે એક ટ્‌વીટ કરીને કહ્યું કે ’ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા. ત્યાં સતત અબજોની ડ્રગ્સ પણ જપ્ત થઈ રહી છે.

જે ખુબ ચિંતાની વાત છે. આ કોણ લોકો છે જે બાપુ અને સરદાર પટેલની ધરતી પર બેધડક નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપી રહી છે?’ બોટાદ કેમિકલકાંડ મામલે રાજ્યના ગૃહ વિભાગે પણ મોટી કાર્યવાહી હાથ ધરી. બોટાદના બરવાળા કેમિકલકાંડની ગાજ પોલીસકર્મીઓ પર પડી. રાજ્ય સરકારે મોટી કાર્યવાહી હાથ ધરીને ૨ એસપીની બદલી કરી નાખી. જ્યારે ૬ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા.

Other News : શૈક્ષિક મહાસંઘનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યું : શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણની માંગ

Related posts

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મોદી-RSSનો કાર્યક્રમ, હું ધર્મનો ફાયદો ઉઠાવવા માંગતો નથી : રાહુલ ગાંધી

Charotar Sandesh

ભારતમાં ટૂંક સમયમાં આવશે રશિયામાં બનેલ કોરોના રસી : રાજનાથ સિંહનો દાવો…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીનુ ટ્રમ્પને ગળે લગાવવાનુ કામમાં ન લાગ્યુઃ ઓવૈસી

Charotar Sandesh