Charotar Sandesh
ઈન્ડિયા

ચિંતાજનક : આખરે ઓમિક્રોન વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ : આ રાજ્યમાં નોંધાયા બે કેસો

ઓમિક્રોન વાયરસ

સરકારે કહ્યું – નવો વેરિયન્ટ ડેલ્ટાથી ૫ ગણો ઝડપથી ફેલાય છે

કર્ણાટક : વિદેશોમાં કહેર મચાવનાર ઓમિક્રોન વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થતાં ચિંતાનો વિષય ઉભો થયો છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ૨ કેસ મળ્યા છે. આ બંને દર્દી કર્ણાટકના રહેવાસી છે. આ પૈકીના એકની ઉંમર ૪૬ વર્ષ અને બીજાની ઉંમર ૬૬ વર્ષ છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે દિલ્હીમાં એના જોખમી દેશોમાંથી વધુ ૪ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. સરકારે આ અંગે કહ્યું હતું કે નવો વેરિયન્ટ ડેલ્ટાથી ૫ ગણો ઝડપથી ફેલાય છે.

આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બેઠક કરશે

એમાં દેશના એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને સર્વેલન્સના ઉપાયો બાબતની સમીક્ષા કરવામાં આવશે. ગઇકાલે જ ભારતે વિદેશથી આવનારા મુસાફરો માટે નિયમોને કડક બનાવ્યા છે, ખાસ કરીને એ દેશો, જ્યાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે.

Other News : મહારાષ્ટ્રમાં હાઈ રિસ્ક દેશોમાંથી પાછા ફરેલા ૬ લોકો કોરોના સંક્રમિત આવતાં ખળભળાટ

Related posts

ભારતમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ 34 કલાક ગાળશે; ભરચકક શિડયુલ…

Charotar Sandesh

દુશ્મની એવી કરો કે ફરી મિત્રો બનો તો શરમ ન આવેઃ સુષ્મા સ્વરાજ

Charotar Sandesh

ભારતના મુસલમાનો દુનિયામાં સૌથી સંતુષ્ટ મુસલમાનો છે : મોહન ભાગવત

Charotar Sandesh