Charotar Sandesh
ગુજરાત ચરોતર

કોરોનાને કારણે અમૂલ બંધ રહેશે તેવા મેસેજ તમે પણ ફોર્વર્ડ ન કરતા, મેનેજીંગ ડિરેકટરે આપી સ્પષ્ટતા…

અમૂલના મેનેજીંગ ડિરેકટરે કરી સ્પષ્ટતા…

કોરોના વાયરસે દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. કોરોના વાયરસે અત્યાર સુધી હજારો લોકોનો ભોગ લીધો છે ત્યારે જે ઝડપથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે જ ઝડપથી વોટ્સએપ મેસેજ પણ ફેલાઈ રહ્યા છે…

કોરોના વાયરસનાં કારણે અમૂલ દ્વારા દૂધનું કલેક્શન બંધ કરવામાં આવે છે તેવી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે 21મી તારીખથી અમૂલ દ્વારા દૂધનું કલેક્શન બંધ કરી દેવામાં આવશે. મેસેજમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસનાં ખતરાને જોતા અમૂલ દ્વારા ચિલીંગ સેન્ટર પણ બંધ કરી દેવામાં આવશે. જોત-જોતામાં આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા દૂધ ઉત્પાદકો મૂંઝવણમાં મૂકાયા હતા.

અમૂલ વિશે ફેલાવવામાં આવતા મેસેજ પર અમૂલનાં મેનેજીંગ ડિરેકટર આર એસ સોઢીએ સ્પષ્ટતા કરી છે. આર એસ સોઢીએ ટ્વીટ કરીને આ મેસેજને ફેકન્યૂઝ ગણાવ્યો. આર એસ સોઢીએ કહ્યું કે અમૂલનાં ચિલીંગ સેન્ટર વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. અમૂલ દ્વારા આવી કોઈ જ સેવા બંધ કરવામાં આવશે નહીં.

Related posts

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં BAPS દ્વારા કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરાઈ

Charotar Sandesh

રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં, લોકડાઉન કે દિવસે કર્ફ્યૂની જરુર નથી : રૂપાણી

Charotar Sandesh

ગ્રામ્ય વિસ્તાર વાસદમાં આવેલ માતૃકૃપા હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા એક મોટી ગાંઠનું સફળ ઓપરેશન

Charotar Sandesh