Charotar Sandesh
સ્પોર્ટ્સ

ડિપ્રેશન ખૂબ જ મોટી સમસ્યા છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે…

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી ભાવુક થયો મોહમ્મદ શમી, કહ્યું…

મુંબઈ : બોલિવૂડના યુવા અને લોકપ્રિય એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતે બોલિવૂડ સહિત આખા દેશને હચમચાવી દીધો છે. ગયા રવિવારે સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતની મોતથી માત્ર ફિલ્મી સિતારા જ નહીં પરંતુ ક્રિકેટર્સ પણ ગમગીન થયા છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીએ સુશાંત સિંહ રાજપૂતને લઈ એક મોટું નિવેદન આવ્યું છે.
એક ખાનગી મીડિયા સાથે વાત કરતા મોહમ્મદ શમીએ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી ભાવુક થઈને કહ્યું કે,‘ડિપ્રેશન ખૂબ જ મોટી સમસ્યા છે. અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ ખૂબ જ નિરાશાજનક છે કે બોલિવૂડનો આટલો મોટો સ્ટાર આ રીતે પોતાનું જીવન ટૂંકાવી દે છે. તે મારો મિત્ર હતો અને કાશ, હું સુશાંત સાથે વાત કરી શકતો. જો મને ખબર હોત કે તેની માનસિક સ્થિતિ કેવી છે તો હું તેમની મદદ કરતો.’
આપને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન શમીએ એક મોટો ખુલાસો કર્યો હતો કે તે પણ આત્મહત્યા કરવા માંગતો હતો. શમીએ કહ્યું કે તેના પરિવારે તેની મદદ કરી જેના કારણે તે ડિપ્રેશનમાંથી બહાર આવી શક્યો. શમીએ કહ્યું કે અંગત જીવનમાં એટલી મુશ્કેલીઓ હતી કે તે નકારાત્મક થઈ ગયો હતો. પરંતુ તેના પરિવારે તેનો સાથ ન છોડ્યો અને હંમેશા તેની સાથે રહ્યો. પોતાની નજીકની વ્યક્તિ સાથે વાત કરવી હંમેશા યોગ્ય હોય છે.

Related posts

ધોનીએ સંન્યાસનો નિર્ણય કેમ ના બદલ્યો ? : રવિ શાસ્ત્રી

Charotar Sandesh

રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોએ ખુલીને કરી પીરિયડ્‌સ પર વાત, લોકોએ કર્યા વખાણ

Charotar Sandesh

મેસીનો લા લિગામાં ૩૫મી હેટ્રિકનો રેકોર્ડ, રોનાલ્ડોને પાછળ છોડ્યો…

Charotar Sandesh