Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના વાયરસના કેસ વધીને ૫૭૩૪ : મૃત્યુઆંક ૧૬૬

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરૂવારે સવાર સુધી દેશમાં કુલ કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને ૫૭૩૪ સુધી પહોંચી ગઈ છે, જેમાંથી ૪૭૨ કેસ એવા પણ છે દે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. જ્યારે ૧૬૬ લોકો આ વાયરસના કારણે મોતને ભેટી ચૂક્યા છે. એક વ્યક્તિને માઈગ્રેટ કરવામાં આવ્યો છે. જેથી દેશમાં કુલ એક્ટિવ કોરોના વાયરસના મામલાઓની સંખ્યા વધીને ૫૦૯૫ થઈ ગઈ છે.

દેશભરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧૩૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાંથી ૭૩૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર દિલ્હી છે જ્યાં અત્યાર સુધીમાં ૬૬૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેલંગાણામાં ૪૨૭, રાજસ્થાનમાં ૩૮૧, ઉત્તર પ્રદેશમાં ૩૬૧, આંધ્ર પ્રદેશમાં ૩૪૮, કેરળમાં ૩૪૫ અને ગુજરાતમાં ૨૪૧ લોકો આ સંક્રમણની લપેટમાં આવી ચૂક્યા છે.
દેશભરમાં કોરોના વાયરસથી સ્વસ્થ્ય થનારા લોકોની કુલ સંખ્યા ૪૭૨ છે. મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે ૧૧૭ લોકો સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. ત્યારબાદ કેરળમાં ૮૩, તેલંગાણામાં ૩૫, કર્ણાટક અને હરિયાણામાં ૨૮-૨૮ અને ઉત્તર પ્રદેશમાં ૨૭ લોકો સ્વસ્થ્ય થયા છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં અત્યાર સુધી કુલ ૧૬૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે ૭૨ લોકો મોતને ભેટી ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ૧૭ અને મધ્યપ્રદેશમાં ૧૩ લોકોના મોત નિપજ્યા છે.

Related posts

ભારતીય રાજનીતિના અજાતશત્રુ ‘સુષ્મા સ્વરાજ’ પંચમહાભૂતમાં વિલીન…

Charotar Sandesh

મોદી સરકારનો જાદુ ઓસર્યો : બે વર્ષમાં એનડીએએ ૭ રાજ્યો ગુમાવ્યા…

Charotar Sandesh

ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે : બાબા રામદેવ

Charotar Sandesh