Charotar Sandesh
Devotional આર્ટિકલ ધર્મ ભક્તિ

ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે : ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ ફાયદા

ૐ શબ્દ

ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે અને આ શબ્દ પૂરા બ્રહ્માંડને દર્શાવે છે. ૐ ચિન્હ “ૐ” શબ્દનું પ્રતિક હોય છે અને આપણા બંને વેદોમાં ૐ શબ્દની જગ્યાએ ૐ ચિન્હનો વધારે પ્રયોગ કરવામાં આવ્યો છે. ૐ ચિન્હ દરેક મંદિર ઉપર બનાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ૐ ચિન્હ હોવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. હિન્દુ ધર્મમાં ૐ શબ્દને પવિત્ર કેમ માનવામાં આવ્યો છે? તેનો પ્રભાવ શું છે? તેનો ઉલ્લેખ આ પ્રકારે છે.

  • ૐ શબ્દનો પ્રભાવ : ૐ શબ્દ ખૂબ જ પ્રભાવશાળી છે અને તેનું ઉચ્ચારણ કરવાથી અનેક રીતના લાભ થાય છે. ૐ શબ્દનો પ્રભાવ આપણા શરીર પર ખૂબ જ સારો પડે છે. જ્યારે આપણે ૐ શબ્દ કહીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે.
  • ૐ શબ્દ થી કયા કયા પ્રભાવ જોડાયેલા છે અને તે આપણા શહેરમાં શું લાભ આપે છે તે આ પ્રકારે છે.
  • ધ્યાન કરતા સમયે ૐનું ઉચ્ચારણ કરવાથી તણાવ એકદમ દૂર થાય છે અને તમે તણાવ રહિત થઇ જાવ છો. જે લોકો નિયમિત રૂપે ૐ બોલે છે તે લોકોના શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે. ૐ શબ્દનો પ્રભાવ ફેફસા પર સારી રીતે પડે છે અને તેનું ઉચ્ચારણ કરવાથી ફેફસાં મજબૂત બને છે. ૐ શબ્દ ખુબજ પ્રભાવશાળી છે અને તેને બોલવાથી શરીરમાં જે કંપન પેદા થાય છે તેનાથી હાડકા પર સારી અસર પડે છે અને હાડકા મજબુત થાય છે.
  • ૐ બોલતા સમયે ‘ઓ’ અક્ષર પર વધારે વજન આપવામાં આવે છે જેનાથી પેટ પર જોર પડે છે અને એવું થવાથી પાચનશક્તિ સતેજ થાય છે. જે લોકોને ઉંઘ ના આવતી હોય તે રાત્રે ઉંઘતા સમય આ શબ્દનું ઉચ્ચારણ કરવું તેનાથી ઊંઘ સારી રીતે આવી જશે. ૐ શબ્દને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું શુભ માનવામાં આવે છે અને ઘરના મુખ્ય દરવાજા પર ૐ શબ્દ લગાવવાથી ઘરમાં હંમેશા ખુશી આવે છે અને દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે.

Other Article : https://charotarsandesh.com/headache-will-get-better-in-2-minutes-without-taking-medicine-know-what-is-a-panacea-cure/

Related posts

श्रावण पूर्णिमा पर भद्रा करण के रात्रिकाल तक रहने और परदिन पूर्णिमा अल्पकाल रहने से रक्षाबंधन और श्रावणी पर्व पर द्विविधा और संशय है ।

Charotar Sandesh

વિશ્વનો ખતરનાક વાયરસ ‘કોરોના’ : જમીનવાલો કા કુછ નહીં ચલતા જબ ફેસલા આસમાન સે હોતા હૈ…

Charotar Sandesh

કોરોનાકાળમાં દિવાળી નિમિત્તે થતી ઘરની સાફસૂફીની જેમ મનની પણ સાફસૂફી કરવા જેવી છે..!

Charotar Sandesh