Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી ૧૬ ઓગસ્ટથી આણંદ-ખંભાત પેસેન્જર ટ્રેન ફરી શરુ કરાશે

મેમુ ટ્રેન (Train)

આણંદ : આણંદ-ખંભાતના રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી મેમુ ટ્રેન (Train) ફરી શરૂ કરવામાં આવી રહી છે. રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી આણંદ-ખંભાત પેસેન્જર મેમુ ટ્રેન (Train) ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ૧૬ ઓગસ્ટથી આણંદ-ખંભાત મેમુ ટ્રેન (Train) ફરી શરૂ કરવામાં આવશે. જેને લઇને રેલવે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા આ પેસેન્જર ટ્રેનને બંધ કરવામાં આવી હતી. જે લાંબા અંતરાલ બાદ ફરી શરૂ કરવામાં આવતા આણંદ, પેટલાદ અને ખંભાતના રેલવે યાત્રીઓને તેનો સીધો ફાયદો થશે.

Other News : રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે વિરસદ ખાતે ‘કિસાન સન્માન દિવસ’ કાર્યક્રમ યોજાયેલ

Related posts

આણંદ જિલ્લામાંથી ૧૧૯૯ પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે માદરેવતન મોકલાયા…

Charotar Sandesh

રાજ્યમાં કોરોના ઓલ ટાઈમ હાઇ, નવા ૬૦૨૧ કેસ : આણંદ જિલ્લામાં વધુ ૩૩ કેસો…

Charotar Sandesh

વડોદરા : ખાર ગારમેન્ટ એસોસિએશને પૂરગ્રસ્તો માટે ૯ હજાર જોડી નવા કપડાં મોકલ્યાં…

Charotar Sandesh