Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આત્મનિર્ભર ભારત અને લોકલ ટુ વોકલ સૂત્રને સાર્થક કરતી ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયનની કેડેટ્સ…

આણંદ : વડાપ્રધાનશ્રીએ કરેલા આત્મનિર્ભર ભારત અને લોકલ ટુ વોકલના સંદેશાને દેશમાં લોકો આવકારી રહ્યા છે જેના કારણે લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળ્યા છે.

તદ્દઅનુસાર આણંદની ૪- ગુજરાત ગર્લ્સ બટાલિયનના ગર્લ્સ કેડેટ ઈન્સ્ટ્રકટર શ્રી પૂનમ મહેતાને રંક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર ભારત અને લોકલ ટુ વોકલના વિચાર સાથે સ્વદેશી રાખડી બનાવવાનો વિચાર આવતા ૪- ગુજરાત ગર્લ્સ બટાલિયનની ૩૦-૩૫ કેડેટ્સ મળીને પૂર્ણ સ્વદેશી સામાનથી વિવિધ રાખડીઓ તૈયાર કરી છે.

ગર્લ્સ કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રાખડીઓ જૂના જિલ્લા સેવા સદન ખાતે વેચાણ માટે મૂકવામાં આવી હતી. જ્યારે આગામી ૩ દિવસ દરમિયાન સુપર માર્કેટ ઉપરાંત વિવિધ જગ્યાએ આ રાખડીઓનું વેચાણ કરવામાં આવનાર છે. આ રાખડીના વેચાણમાંથી જે પણ આવક થશે તેમાંથી જરૂરીયાતમંદ ગર્લ્સ કેડેટ્સને સહાય કરવામાં આવશે સાથે જ અમૂક વિસ્તારોની બહેનોને રાખડીનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે જેથી તેઓ તેમના ભાઈઓને પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનની રાખડી બાંધીને ઉજવણી કરી શકે.

કમાન્ડ અધિકારી શ્રી કર્નલ રાજેશ યાદવના સહકાર સાથે યુનિટના એ.એન. ઓનો ખૂબ જ સહકાર રહ્યો હતો. મે. પ્રતીક્ષા પટેલ, લેફ. કૃતિકા, લેફ. સવિતા યાદવ, રેશ્મા પરમાર, નીરૂ ચોગલે, રેખા મકવાણા, શ્રીમતી કલ્પનાબેન, શ્રીમતી હિના સંઘવી તેમજ વિવિધ કોલેજ- સ્કુલના અધ્યાપકોએ પોતાના કેડેટ્સને આ પ્રવૃત્તિ કરવા અંગે માર્ગદર્શન અને સહકાર પૂરો પાડ્યો હતો. જ્યારે સિનીયર જી.સી.આઈ પન્ના જોષીએ કાર્યક્રમનું સંચાલન કરી કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.

Related posts

આણંદથી સૌપ્રથમ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકતા વડાપ્રધાન મોદી : કોંગ્રેસથી સતર્ક રહેવા જણાવ્યું

Charotar Sandesh

વિદ્યાનગરમાં રાત્રીના ૧૧ વાગ્યા પછી મુખ્ય બજારો અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ

Charotar Sandesh

આણંદ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળતા શ્રી મનોજ દક્ષિણી…

Charotar Sandesh