Charotar Sandesh
મધ્ય ગુજરાત

કોરોનાને ધ્યાને લઈ છેલ્લા એક વર્ષથી દર રવિવારે પાદરા તાલુકાના કરખડી ગામે વેજીટેબલ સૂપનું વિતરણ કરાય છે…

કોરોનાકાળમાં ગામ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેના પગલે વેજીટેબલ સૂપ બનાવી તેનું વિતરણ કરવામાં આવે છે…

વડોદરા : કોરોના મહામારીને ધ્યાને લઈ તા. ૩૦/૦૫/૨૦૨૧ રવિવાર ના રોજ પાદરા તાલુકાના કરખડી ગામે હાર્દિક પટેલ (ભલાભાઈ)ની યુવા ટીમ દ્વારા ગામ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેના પગલે વેજીટેબલ સૂપ બનાવવામાં આવ્યો હતો. તેમાં ગામ લોકોએ પણ સાથ અને સહકાર આપ્યૉ હતો. લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ માટે આ એક ઉત્તમ ઉદાહરણ આ યુવા ટીમે પુરુ પાડેલ છે અને એક વર્ષથી દર રવિવારે ઉકાળાનું આયોજન પણ કરતા આવ્યા છે.

“લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારું કર્મ છે” સૂત્રને સાર્થક કરી કોરોનાને મ્હાત આપવા માટે યુવા ટીમ સતત પ્રયત્નો કરી રહી છે અને કરતી રહેશે તેમ જણાવવામાં આવેલ છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં ૨ કરોડ ખર્ચ કરવા છતાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાઇ ગયા

Charotar Sandesh

વડોદરા : બાળગોકુલમ સંસ્થામાં ઉછરતા ૧૬ વર્ષના બાળકને દંપતિએ ફોસ્ટર કેરમાં લીધો

Charotar Sandesh

વડોદરા : દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા ભગીરથ પ્રયાસ…

Charotar Sandesh