Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડાના ૭૦૦ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા…

ખેડા : આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરાઈ છે. જે હડતાળમાં ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા છે. કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી જિલ્લા વિકાસ અધિકારીને પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી હતી. વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે આરોગ્ય કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. ખેડા જિલ્લાના ૭૦૦ ઉપરાંત કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પહોંચી પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અચોક્કસ મુદતની હડતાળ સાથે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ તથા ધરણા તેમજ આંદોલન દરમિયાન કોવિડ કામગીરીમાં અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વિવિધ પડતર માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૨૦૧૮ થી હડતાળ તેમજ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ સાથેની બેઠકમાં સાનુકૂળ પ્રતિભાવ ન મળતા હડતાળ શરૂ કરવામાં આવી છે.

Related posts

આણંદમાં ધોધમાર ૭ ઈંચ વરસાદ ખાબક્યો : નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા… જુઓ તસ્વીરો…

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી બીજા સત્રના ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો

Charotar Sandesh

ઉમરેઠ નવાપુરા ચોકડી ઉપર ટેમ્પામાંથી વિદેશી દારૂની ૯૫ પેટી ઝડપાઈ…

Charotar Sandesh