આણંદ જિલ્લામાં ઉમરેઠ ખાતે નવીન અદ્યતન ‘વિશ્રામ ગૃહ’નું ડાકોર ખાતેના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિશ્રામગૃહ ઉમરેઠ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ), ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી નિરવભાઈ અમીન, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા, શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળા, તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર તથા શહેર તાલુકાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરેઠને વિશ્રામગૃશ અર્પણ કરવામાં આવ્યું હતું.
- Ramesh Parmar, Anand