Charotar Sandesh
વર્લ્ડ

ભારતમાં બનેલ કોવિશિલ્ડ રસી લેનાર લોકો ફ્રાન્સમાં પ્રવેશ કરી શકશે

કોવિશીલ્ડ

પેરિસ : ફ્રાન્સે ભારતમાં બનાવવામાં આવેલી કોવિશીલ્ડ નામની એસ્ટ્રાઝેનેકાની વિક્સિનના ડોઝ લેનારા આંતરરાષ્ટ્રીય યાત્રીઓને દેશમાં આવવાની પરવાનગી આપી છે. આ નિર્ણય રવિવારથી અમલમાં આવશે. ફ્રાન્સે કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારના સંક્રમણને રોકવા અને હૉસ્પિટલને દબાવથી બચાવવા માટે સરહદ પર તપાસ અને સખ્તાઈ વધારી દીધી છે.

ફ્રાન્સે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશીલ્ડ લગાવનારાઓને દેશમાં આવવાની પરવાનગી આપી છે. ફ્રાન્સે આ પરવાનગી યુરોપીય સંઘ દ્વારા ફક્ત યુરોપમાં બનેલી એસ્ટ્રેઝેનેકાની રસીને માન્યતા આપવા પર થયેલી ટીકા બાદ આપી છે. અનેક યુરોપિયન દેશ પહેલા જ ભારતમાં નિર્મિત એસ્ટ્રેઝેનેકાની સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવેલી રસીને મંજૂરી આપી ચૂક્યા છે.

આ વેક્સિનનો ઉપયોગ મોટા પ્રમાણમાં બ્રિટન અને આફ્રિકામાં થઈ રહ્યો છે. દરેક દેશમાં અલગ-અલગ નિયમ હોવાના કારણે આ વર્ષે ગરમીની રજાઓમાં મુસાફરી કરવી વધારે જટિલ થઈ ગઈ છે. ફ્રાન્સે અત્યાર સુધી ચીન અથવા રશિયાની રસીને માન્યતા નથી આપી.

યુરોપીય સંઘે ફાઇઝર-બાયોએનટેક, મૉડર્ના, જોનસન એન્ડ જોનસન અને એસ્ટ્રેઝેનેકાની રસીને મંજૂરી આપેલી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિશીલ્ડનો ઉપયોગ વધારે છે અને મોટાભાગના લોકોએ કોવિશીલ્ડ લગાવી છે.

Other News : બ્રિટનમાં કોરોનાનો કહેર, જાન્યુઆરી પછી દૈનિક કેસ ૫૦ હજારને પાર

Related posts

કોરોનાના ટેસ્ટ કરવામાં અમેરિકા પ્રથમ, ભારત બીજા સ્થાન પર : ટ્રમ્પ

Charotar Sandesh

અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ૧૨ માળની ઇમારત ધરાશાયી : ૫ના મોત…

Charotar Sandesh

US પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી, જુઓ તસ્વીરો

Charotar Sandesh