Charotar Sandesh
ઈન્ડિયા

૨૪ કલાકમાં અધધ..૯૭,૫૭૦ કોરોના પોઝિટિવ કેસ : સૌથી વધુ ૧૨૦૧ મોત…

કુલ સંક્રમિતોનો આંકડો ૪૬.૫૯ લાખને પાર, અત્યાર સુધી ૭૭૪૭૨ના મોત નિપજ્યા
૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૮૧૫૩૩ લોકો કોરોનાથી સ્વસ્થ થયા, કોરોનાનો રિકવરી રેટ ૭૭.૭૭ ટકા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ કોરોનાથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત

ન્યુ દિલ્હી : દેશમાં રોજેરોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સાજા થનારાનો પણ હવે નવો રેકોર્ડ બન્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૧,૫૩૩ લોકો સાજા થયા છે. જેમાંથી ૬૦ ટકા મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર, કર્ણાટક અને યુપી એમ કુલ પાંચ રાજ્યોના છે.
દેશમાં સાજા થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે ૩૬,૨૪,૧૯૬ પર પહોંચ્યો છે. અત્યારસુધી દેશમાં કુલ ૪૬,૫૯,૯૮૪ કેસો નોંધાયા છે. જેમાંથી ૭૭.૭૭ ટકા દર્દીઓ સાજાં થઈ ગયાં છે. આમ, કુલ નોંધાયેલા કેસમાં હાલ ૨૨.૩૩ ટકા દર્દીઓ જ સારવાર હેઠળ છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭,૫૭૦ નવા કેસ નોંધાયા છે. જેમાં ૨૪,૦૦૦ કેસ માત્ર મહારાષ્ટ્રના છે. આંધ્ર અને કર્ણાટકના સંયુક્ત કેસનો આંકડો ૯૦૦૦ થાય છે. ૨૪ કલાકમાં જે નવા કેસ નોંધાયા છે, તેમાંથી ૬૦ ટકા કેસ પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. આ ઉપરાંત, દેશના કુલ કેસોમાં પણ આ પાંચ રાજ્યોના કેસોની સંખ્યા જ સૌથી વધુ છે. જેમાં મહારાષ્ટ્રમાં ૧૦,૧૫,૬૮૧, આંધ્રમાં ૫,૪૭,૬૮૬, તમિલનાડુમાં ૪,૯૧,૫૭૧, કર્ણાટકમાં ૪,૪૦,૪૧૧ જ્યારે ઉત્તરપ્રદેશમાં અત્યારસુધી નોંધાયેલા કેસોનો સરવાળો ૨,૯૯,૦૪૫ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે ૧,૨૦૧ લોકોના મોત થયા છે. જેમાં ૪૪૨ લોકો માત્ર મહારાષ્ટ્રમાં મોતને ભેટ્યા છે. આ સિવાય કર્ણાટકમાં ૧૩૦ લોકોના મોત થયા છે. દેશમાં નોંધાયેલા છેલ્લા ૨૪ કલાકના કુલ મૃત્યુમાં ૬૯ ટકા મોત સૌથી વધુ કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં નોંધાયા છે.
અત્યારસુધી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૮,૭૨૪ લોકોના મોત થયા છે. ત્યારબાદ તમિલનાડુ ૮,૨૩૧ મૃતકો સાથે બીજા નંબરે, કર્ણાટક ૭,૦૬૭ સાથે ત્રીજા નંબરે, આંધ્રપ્રદેશ ૪,૭૭૯ લોકોના મોત સાથે ચોથા નંબરે અને દિલ્હી ૪,૬૮૭ લોકોના મોત સાથે પાંચમા નંબરે છે.

Related posts

બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ નથી : નીતીશ કુમાર

Charotar Sandesh

સીરમ-બાયોટેકમાં ૮ કરોડ રસી બની, ૫ કરોડ મળી, ૩ કરોડ ક્યાં ?

Charotar Sandesh

દેશના માત્ર આ ૫ રાજ્યમાં જ ૧ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા

Charotar Sandesh