Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી ઉપક્રમે વડતાલ મંદિરમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

વડતાલ મંદિર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી

આચાર્ય મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ સાથે આ મંદિર પરિસર ઉત્સવમય બની રહ્યું છે.. આજે વડતાલ યોગમય બની ગયુ હતું

વડતાલથી સંતોએ જણાવ્યું હતું કે, યોગ હવે રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકૃત બની ગયો છે. યોગથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. યોગથી શારીરિક , માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.. યોગ રોગ ભગાવે છે.. તંદુરસ્ત વ્યક્તિને વધુ તંદુરસ્ત રાખે છે.. વડાપ્રઘાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર કરવામાં આવે છે. આ યોગ દિવસ ને માન સન્માન સાથે જાગૃતિના ભાગ રૂપે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને લાખો લોકોને યોગ માટે પ્રેરણા આપે છે.
શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી ઉપક્રમે વડતાલ મંદિરમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો જેમાં 1500 થી વધુ યોગ ચાહકોએ ભાગ લીધો હતો.

યાત્રાધામ વડતાલ ગોમતી તીરે આવેલ શ્રી હરિકૃષ્ણ યાંત્રિક ભુવન ની હરિયાળી લોનની ખુલ્લી જગ્યામાં યોગાસન યોજાય હતા. વડતાલ સંસ્કૃત મહાવિદ્યાલય ના સંચાલક શાસ્ત્રી હરિઓમપ્રકાશદાસજીના વડ પણ હેઠળ 100 વિદ્યાર્થી સંતો પારસદો અને ઋષિ કુમારો યોગમાં જોડાયા હતા આ ઉપરાંત વડતાલ મંદિરના 400 ઉપરાંત કર્મચારીઓ વડતાલ કુમાર કન્યાશાળા અને હાઇસ્કુલના મળી 800 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત વડતાલ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર ઉપસરપંચ મિતુલભાઈ પટેલ તથા પંચાયતના સભ્યો મળી કુલ 1500 થી વધુ યોગચાહકો યોગમાં જોડાઈ વિવિધ યોગાસનો કર્યા હતા. યોગ શિક્ષક તરીકે વડતાલ કન્યાશાળાના શિક્ષક અને યોગ ટ્રેનર હસીતકુમાર જોષીએ સેવા આપી હતી.

યોગ સમારંભ માટે વડતાલ મંદિરના વહીવટી સહયોગી શ્યામવલ્લભ સ્વામી એ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી શ્યામ સ્વામી હરિ ઓમ સ્વામી તથા સરપંચ પ્રકાશભાઈએ જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું.

Other News : ભગવાનશ્રી સ્વામિનારાયણને અંતર્ધાનલીલાને ૧૯૪ વર્ષ પૂર્ણ થતા ચરોતરના વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ તથા દિવ્યાંગોને વડતાલ મંદિર દ્વારા મહાપ્રસાદનું વિતરણ

Related posts

અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ “હલ્દી આઈસક્રીમ” રજૂ કર્યો…

Charotar Sandesh

આણંદ જિલ્લાને કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ ભેટ મળી…

Charotar Sandesh

વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું

Charotar Sandesh