Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૭મો રંગોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણી પૂનમના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો હતો

વડતાલ : મંદિરના હરી મંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં ૨૦૭ મો ભવ્ય રંગોત્સવ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ડોક્ટર સંત સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી તથા બાપુ સ્વામી, વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) ની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો.

સવારે મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધણી ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો

વડતાલ મંદિર

સુરત રામપુરા મંદિરના કોઠારી પી .પી.સ્વામી રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. આ રંગોત્સવમાં પ.પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે સૌ હરી ભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય મહારાજ શ્રી તથા સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવ નો પ્રારંભ કર્યો હતો. પૂજ્ય મહારાજ શ્રી તથા પૂ. સૌરભ પ્રસાદજી મહારાજ અને પૂ. દ્ધિજેન્દ્રપ્રસાદજી મહારાજે હરિભક્તો પર મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભક્તોને ભીંજવ્યા હતા.

ડીજેના તાલે હરિભક્તો ઝુમી ઉઠ્યા હતા. સતત ત્રણ કલાક સુધી રંગબેરંગી પાણીની છોળો અને ૩૦૦૦ કિલો અબીલ ગુલાલ અને ૨ હજાર કિલો પાંદડીઓના ૨૫૦ થી વધુ બ્લાસ્ટ કરી ઉડાવવામાં આવી હતી. ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી. આ પ્રસંગે સંસ્કૃત પાઠ શાળાના અભ્યાસ કરતા વડતાલના સંતોએ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સાહિત્ય વિષય પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનાર નયન પ્રકાશ સ્વામી, માનસ પ્રકાશ સ્વામી, અક્ષર પ્રિયા સ્વામી તથા વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી પ્રભા નંદનજી ગુરુ હરિસ્વરૂપાનંદજી ને પૂ. આચાર્ય મહારાજ શ્રી એ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. સતત ત્રણ કલાક સુધી ભક્તોએ રંગોત્સવનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી તથા પૂ. વિષ્ણુ સ્વામી (અથાણાવાળા) અને હરિ ઓમ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

Other News : રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાન અંગે મુખ્યમંત્રીએ કર્યો આ આદેશ

Related posts

કપડવંજ વિધાનસભા વિસ્તારમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા 

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આવનારા સમયમાં લોકડાઉન હળવું થાય તે અંગે એસો.પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ…

Charotar Sandesh

નવરાત્રિમાં કોમી છમકલું : આઠમના ગરબામાં ૧૫૦ જેટલા લઘુમતિ સમાજના લોકોએ કર્યો પથ્થરમારો, જુઓ વિગત

Charotar Sandesh