Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના ૪૦ હજાર બેન્ક કર્મચારીઓ ૮ માંગણીઓ સાથે બે દિવસની હડતાળ ઉપર ઉતરશે

રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળ

ઓલ ઇન્ડિયા બેંક એસોશિએશનના નેજા હેઠળ હડતાળ સરકારની જાહેર ક્ષેત્રની બેંકોની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં આગામી ૨૮-૨૯ માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું

ગાંધીનગર : ૩૧ માર્ચ એન્ડીંગ છે ત્યારે બેંકોના કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે, ત્યારે આગામી ૨૮-૨૯મી માર્ચના રોજ નેશનલાઈઝ બેંકોના કર્મચારીઓ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હતાળ પર ઉતરશે તેવી જાહેરાત કરાઈ છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે

નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની ૮ માગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા હડતાળમાં જશે.

જેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગી કરણ બંધ કરવુ, બેંક લોનની રીકવરી શરુ કરવી, બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો, નવી પેન્શન યોજના રોકો- ડીએ લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દે બે દિવસીય હડતાળ યોજવામાં આવશે.

Other News : ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે : ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

Related posts

લોકડાઉન વચ્ચે અમદાવાદની અનેક દુકાનોમાં સોશિયલ ડિસ્ટન દેખાયું…

Charotar Sandesh

કોરોનાને કારણે શાળાઓ ખોલવામાં કોઈ ઉતાવળ કરવામાં નહી આવે : શિક્ષણ મંત્રી

Charotar Sandesh

એરપોર્ટ ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, નિયમોને નેવ મુકી અદાણીને લાભ કરાવ્યો…

Charotar Sandesh