Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાના કેસો વધતાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું…

આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર અપીલ…

કોરોના સંક્રમણને નાથવા આવતીકાલ ૨૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સાંજે ૫ થી સવારના ૬ સુધી તમામ જાહેર સ્થળો સ્વૈચ્છાએ બંધ કરવા અપીલ કરાઈ…

આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ સહિત પેટલાદમાં કેસો વધતાં અપીલ કરાઈ…

ખાણીપીણીની દુકાનો સહિત પાનના ગલ્લા, શાકભાજી, બજારો, ઓફિસો, સિનેમા ગૃહો આવતીકાલે સાંજે ૫ કલાક પહેલા બંધ કરવા અપીલ કરાઈ…

આણંદ : જિલ્લામાં દરરોજ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ નગરપાલિકા વિસ્તાર સહિત તારાપુર ગ્રામ પંચાયતમાં આવતા તમામ શોપિંગ મોલ્સ, સિનેમા ગૃહ, બાગબગીચા, ખાણીપીણીની દુકાનો-લારીઓ, પાનના ગલ્લા, ચાની લારી, શાકભાજીના બજારો, તમામ પ્રકારના માર્કેટ, તમામ વાણિજ્ય વિષયક ઓફિસો સહિત ખાનગી ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષો, હોટલ-રેસ્ટોરન્ટો, સ્વીમીંગ પુલ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી હોલ સહિત તમામ જાહેર સ્થળો સાંજે ૫ કલાકથી સવારના ૬ સુધી બંધ રાખવા આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું અપીલ કરાઈ…

નોંધ : આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ જૂનું જાહેરનામું હાલ પુરતું મોકુફ રખાયું

Related posts

ધાર્મિક આતંકવાદથી શિક્ષણ અને વિદ્યાર્થીઓને બચાવવા બાબતે આણંદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ

Charotar Sandesh

વડતાલધામમાં ૧ર નવે. સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી…

Charotar Sandesh

વરસાદના કારણે બોરસદ તાલુકાના આ ગામોને ભારે અસર : NDRFની એક ટુકડી તૈનાત : પ્રશાસન એક્શનમાં

Charotar Sandesh