Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યના આ શહેરમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ : શાળા બંધ કરાવાઈ

વિદ્યાર્થી પોઝિટીવ
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર-૫માં ધોરણ ૧૦ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ચકચાર મચી
જે બાદ પાલિકાએ તાત્કાલીક શાળા બંધ કરાવી દીધી

સુરત : કોરોનાનું સંક્રમણ ઘટતાં પુનઃ શાળાઓ ખોલવામાં આવેલ છે, હવે શિક્ષણ વિભાગ દ્વારા ૯ થી ૧૧ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સુરતમાં શાળા શરૂ થતાજ એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે પાલિકા એકશન મોડમાં આવી ગયું છે. કારણકે આ બનાવને લઈને પાલિકા દ્વારા તુરંત પગલા લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર ૫નો એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો જેના કારણે પાલિકા દ્વારા શાળા બંધ કરાવી દેવામાં આવી છે. શાળા હજુ તો શરૂ થઈ હતી. ત્યાજ વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. જે વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે તે ધોરણ ૧૦નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા સરકારી તેમજ ખાનગી શાળાઓમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા. જોકે સુમન શાળા નંબર ૫ના અન્ય વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી સંક્રમણ ફેલાતા પહેલા અટકાઈ ગયું તેમ કહી શકાય છે.

Other news : અધિકારી કામ ન કરે તો કહેજો તેમને ચૌદમું રતન બતાવીશ : મધુ શ્રીવાસ્તવ

Related posts

પેપર લીક કૌભાંડ : NSUI કાર્યકરોએ રોડજામ કરી સૂત્રોચ્ચાર કરતાં અટકાયત : વિદ્યાર્થીઓમાં રોષ

Charotar Sandesh

બોલો… બોર્ડ પરીક્ષામાં પેપર કેમ ન બતાવ્યું કહી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો…

Charotar Sandesh

યસ બેંકના એટીએમ બહાર પૈસા ઉપાડવા લાઈન લાગી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…

Charotar Sandesh