Charotar Sandesh
ગુજરાત

હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રમુખ બનવાનો ઇન્કાર કર્યો

શક્તિસિંહ ગોહિલે

નવીદિલ્હી : રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ગુજરાત કોંગ્રેસને લઇ મહામંથન થયુ હતું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ સામેલ થયા હતાં.

કોંગ્રેસના આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ પણ હાજર હતાં

આજે રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે બેઠક યોજી હતી જે બાદ હાર્દિકે બેઠક પહેલા જ પાર્ટીના શીર્ષ નેતૃત્વને સંદેશો આપતા પ્રદેશ અધ્યક્ષ પદ પર દાવેદાર ન હોવાનો હાઈકમાન્ડને ઈન્કાર કર્યો હતો, હાર્દિક પટેલે પ્રમુખ પદ વિડ્રો કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

જો કે હાલ શક્તિસિંહ ગોહિલનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે આગળ ચાલી રહ્યું હતું જોકે હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશ અધ્યક્ષ પદની દાવેદારીમાંથી નામ પરત ખેંચ્યું છે અને પ્રમુખ બનવાનો ઈન્કાર કરી દીધો છે. હજુ સુધી આ નામ પર ફાઈનલ મોહર વાગી નથી, ત્યારે આગામી ૨ કે ૩ દિવસમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને આ મહિનાના અંતે સુધીમાં નવા અધ્યક્ષ મળે તેવું સુત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે. દિલ્હી ખાતે કોંગ્રેસની બેઠકમાં ગુજરાત કોંગ્રેસની નબળી કામગીરીને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રભારીએ વરિષ્ઠ નેતાઓને ઉધડો લીધો હોવાનું પણ સામે આવ્યું છે, તેમજ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂત હોવાનું જણાવ્યું છે.

મહત્વનું છે કે આજે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસને લઇ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બેઠક બાદ બિહારમાં રેલીને સંબોધન કરવા રવાના થયા છે.

Other News : ભારત આવતા તમામ પ્રવાસીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત રજુ કરવો પડશે, વાંચો વિગત

Related posts

ઓમિક્રોન વેરીએન્ટના લીધે અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટે તંત્ર હાઈ એલર્ટ પર

Charotar Sandesh

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે…

Charotar Sandesh

ગુજરાતના આ ગામમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા કલેક્ટર-ધારાસભ્ય ઘટનાસ્થળે

Charotar Sandesh