Charotar Sandesh
વર્લ્ડ

ફ્રાન્સના પીએમ થયા કોરોના પોઝિટીવ : યુરોપીયન દેશોમાં કોરોના વકર્યો

ફ્રાન્સના પીએમ

ક્રિસમસની ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી

સિડની : યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે ત્યાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પર તેની અસર પડી રહી છે. આ તરફ ઓસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસ સુધી લોકડાઉન રહેશે.

જોકે ૧૦ દિવસ બાદ તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન લોકો પર જરૂર વિના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ રેસ્ટોરન્ટ તેમજ મોટાભાગની દુકાનો પણ બંધ જ રહેશે અને મોટા આયોજન પણ કરી શકાશે નહીં. સ્કૂલો અને ’ડે-કેર સેંટ’ ખુલ્લા તો રહેશે, પરંતુ વાલીઓને પોતાના બાળકોને ઘરે જ રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.

ઓસ્ટ્રિયામાં ૧૩ ડિસેમ્બર બાદ લોકડાઉન પરના પ્રતિબંધો દૂર થઈ શકે છે પરંતુ એવી શક્યતાઓ છે કે જે લોકોનું વેક્સિનેશન થયું નથી તેમના માટે પ્રતિબંધો યથાવત રહે. ગયા રવિવારે મધ્ય વિએનામાં બજારોમાં ક્રિસમસની ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.યુરોપના દેશોમાં ફરીથી કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે. તેણે ધ્યાનમાં લેતા જર્મનીમાં વેક્સિનેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.

જર્મનીની સરકારે પણ માન્યું છે કે દેશમાં કોરોનાની ચોથી લહેર આવી ચૂકી છે

જ્યારે બીજી તરફ ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસનું સંક્રમણના વધતાં કેસોને અટકાવવા માટે સોમવારે દેશવ્યાપી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ તરફ ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેઓ હાલમાં જ બેલ્જિયમના પ્રવાસેથી વતન પરત આવ્યા બાદ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. PM ઓફિસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. યુરોપના અનેક દેશોની જેમ ફ્રાન્સમાં પણ કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે.

Other News : Vaccine : કોરોના કેસો વધતા બ્રિટનમાં લોકો કોરોનાના બુસ્ટર ડોઝ લેવા માટે બુકિંગ શરૂ

Related posts

એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની સંપત્તિ ૨૦૦ કરોડને ડોલરને પાર…

Charotar Sandesh

કોરોનાના આતંક સામે દુનિયા નિઃશબ્દ : કુલ ૧૪૫૦૦થી વધુ લોકોના મોત…

Charotar Sandesh

બાઈડને પાકિસ્તાનને મળતી સંરક્ષણ સહાય પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો…

Charotar Sandesh