Charotar Sandesh
ગુજરાત

RTIમાં મોટો ખુલાસો : વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું માત્ર આટલા ટકા પૂર્ણ થયું છે કામ ?

ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

ગાંધીનગર : અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે. ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. ત્યારે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં માત્ર ૧૭ ટકા જ કામ પૂર્ણ થયું છે.

એક આરટીઆઈના જવાબમાં આ માહિતી સામે આવી છે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને આ માહિતી આપી છે. આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.

એક ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું લગભગ ૧૭ ટકા કામ પૂર્ણ થયું છે

આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં કેટલું કામ પૂર્ણ થયું છે, તેવા પ્રશ્નના જવાબમાં NHSRCL એ જણાવ્યું હતું કે, “મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું લગભગ ૧૭% કામ ૧લી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી પૂર્ણ થઈ ગયું છે.” NHSRCL એ પ્રોજેક્ટમાં વિલંબ માટે કોરોના મહામારી, મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણમાં વિલંબ અને અન્ય ટેન્ડરોને જવાબદાર ઠેરવ્યા છે.

આરટીઆઈનો જવાબ આપતા NHSRCL એ જણાવ્યું હતું કે, “સંયુક્ત સંભવિતતા અહેવાલ મુજબ, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. જો કે, આ પ્રોજેક્ટ કયા સમય સુધીમાં પૂર્ણ થશે તે મૂલ્યાંકન કર્યા પછી નક્કી કરવામાં આવશે.

Other News : ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે : ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

Related posts

મજબૂત વિરોધ પક્ષ લાવવાની વાત કરનાર નરેશ પટેલ આખરે પાણીમાં બેસી ગયા, જાણો કેમ બદલ્યો નિર્ણય

Charotar Sandesh

અલ્પેશના રાજીનામા બાદ કોંગ્રેસે રણનીતિ બદલી, ઉત્તર ગુજરાતમાં ઠાકોર ધારાસભ્યોને લગાડ્યા

Charotar Sandesh

ફટાકડાં મુદ્દે રાજ્ય સરકારે લીધો નિર્ણય, જાહેરનામું પાડ્યું બહાર…

Charotar Sandesh