Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસને જોરદાર ઝટકો : વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પર હાર્યા

કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થશે, ત્યારે ભાજપ પક્ષ સૌથી આગળ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં ફરી વખત મોદી મેજીક થયો છે, જેમાં કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક ઉપરથી હાર્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા ૪૦૭૨૩ મતથી આગળ હતા, જ્યારે સાવરકુંડલા અને રાજુલા સીટ ઉપર બીજેપી-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે

ત્યારે આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીની હાર થઈ છે, જ્યારે ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીત થઈ છે.

બીજી તરફ હાલના સીએમ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપર ભુપેન્દ્ર પટેલની પ્રચંડ જીત થઈ છે, ત્યારે ઉમેદવાર ભુપેન્દ્ર પટેલે મોટી લીડ સાથે જીત હાંસલ કરી છે, ત્યારે આગામી ૧૧ ડિસેમ્બરે સરકારનું મંત્રીમંડળ નક્કી થશે તેમ માહિતી મળી રહી છે.

Other News : આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીની હાર, ખંભાળિયામાં ભાજપનો વિજય

Related posts

રાજ્યમાં ૧૯૫ રસ્તાઓ અને ૩ રૂટની એસટી બસ સેવા બંધ, ૯૪ ડેમ હાઈએલર્ટ પર…

Charotar Sandesh

અશાંતધારા કાયદાનો ભંગ કરનારને ૩ થી ૫ વર્ષની થશે જેલ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી…

Charotar Sandesh

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh