Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાને લઈને ભારત સરકાર પણ એક્શન મોડમાં, આ તારિખે દેશભરની હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ થશે

ભારતમાં કોરોના

નવીદિલ્હી : કોરોના વાયરસે ફરી ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે ચાઈના, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં પરિસ્થિતી વણસી રહી છે, ત્યારે ભારત પણ હવે એલર્ટ મોડ પર છે. ભારતમાં કોરોનાની એન્ટ્રી રોકવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે.

૨૭ ડિસેમ્બરે દેશભરની હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ થશે

એક ટ્‌વીટમાં સૂત્રોને ટાંકીને કહેલ કે મંગળવારે કોરોના સંબંધિત ઈમરજન્સી તૈયારીઓની સમીક્ષા માટે દેશભરની હૉસ્પિટલોમાં એક મૉક ડ્રીલનુ આયોજન કરાશે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ ડ્રીલમાં સામેલ થઈ શકે છે.

એક ટિ્‌વટમાં જણાવ્યુ કે ભારત સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનના મંજૂરી આપી દીધી છે. આ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. આ રસી સૌથી પહેલા ખાનગી હૉસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે.

આજથી જ આ રસીને કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમમાં પણ સામેલ કરાશે

હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોવિડ-૧૯ માટે નવી એડવાઇઝરી જાહેર કરશે. મહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો, દેશભરમાં ૨૨૦ કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુરુવારે કોરોના વાયરસની તૈયારીઓને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરાઈ હતી.

Other News : અમેરિકા, જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો ફરી કહેર : ચીનની ભયાનક હાલત

Related posts

૨૦૨૧ના પહેલા ત્રણ મહિનામાં વેક્સિન મળી જશે : ડો.હર્ષવર્ધન

Charotar Sandesh

પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિઝિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત

Charotar Sandesh

કેરળમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ : મુખ્યમંત્રીનો સ્વિકાર

Charotar Sandesh