Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતના આ ૯ જિલ્લામાં એલર્ટ જાહેર, આગામી ૪૮ કલાક ખુબ જ ભારે ! ૨૧ રસ્તાઓ બંધ

ગુજરાતમાં વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ હવામાન વિભાગની : દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે, ત્યારે વલસાડમાં ભારે વરસાદના કારણે લો લેવલ બ્રિજ પર પાણી ભરાતાં ૨૧ જેટલા રસ્તાઓ બંધ કરાયા છે, જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવીને રસ્તો બંધ કરી દેવાયો છે, અને બ્રિજ પરથી પસાર ન થવા માટે અપીલ કરી છે.

અત્યાર સુધીમાં ગુજરાતના ૧૦૪ તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાત માટે ૪૮ કલાક બહુ જ ભારે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ૪૮ કલાક ગુજરાત માટે ભારે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે હવામાન વિભાગે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે, જેમાં નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત સુરત અને નર્મદા, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, Bharuch, વડોદરા, છોટાઉદેપુર, Dahodમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, વલસાડ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર, દમણમાં અતિભારે વરસાદ પડશે. ત્યાં જ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી છે.

Other News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

Related posts

આણંદ : મજા બગાડતા મેઘરાજા, કેટલીક જગ્યાએ ગરબા મોકૂફ રખાઈ તેવી શક્યતા…

Charotar Sandesh

આણંદ જિલ્લા કક્ષાના મેગાજોબ ફેર યોજાયો

Charotar Sandesh

ડુપ્લીકેટ નોટોનો કારોબાર : અંબાવના સ્વામિની સંડોવણી પાછળ મોટા માથાઓના હાથની આશંકા…

Charotar Sandesh