Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત

ખેડૂતો

ગુજરાતના ખેડૂતોને ઉપજતા પુરતા ભાવો મળે તે માટે કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.

રાત-દિવસ, ટાઢ-તાપમાં ખેડૂતો મહેનત કરે છે, ત્યારે ઉત્પાદનના સમયે ખેડૂતોને ઉપજના પુરતા ભાવો મળતા નથી. બીજી બાજુ દલાલો અને સંગ્રહખોરો ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ ખરીદીને સંગ્રહ કરી રાખે છે. જથ્થાબંધ માલ બજારમાં આવતો બંધ થાય અને માલની અછત હોય ત્યારે દલાલો અને સંગ્રહખોરોએ સંગ્રહ કરેલ માલ બજારમાં વેચીને તગડો નફો કમાતા હોય છે. દલાલો અને સંગ્રહખોરોની સિન્ડીકેટના લીધે કેટલાક વર્ષોથી ડુંગળીના છુટક અને જથ્થાબંધ બજાર ભાવ વચ્ચે કાયમી મોટો તફાવત જોવા મળે છે અને ડુંગળી પકવતા મોટાભાગના ખેડૂતોને ક્યારેય ફાયદો મળતો નથી.

પાક ઉત્પાદનની નિકાસ થાય તો ખેડૂતોને પુરતા ભાવો મળવાની આશા હોય છે તેવામાં થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકી દિધો છે, તેના કારણે ડુંગળીના જથ્થાબંધ ભાવો ઘટી ગયા છે. ડુંગળી પકવતા ખેડૂતોને ખાતર-બિયારણ, દવા અને મજુરીના ખર્ચ જેટલી રકમ પણ ઉત્પાદન થતાં પાકના વેચાણથી ન મળે તેવી નોબત આવી છે. ડુંગળી પકવતાં ખેડૂતોને ઉત્પાદનના પુરતા ભાવો મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે, તે પ્રતિબંધ ખેડૂતોના હિતમાં હટાવવા અને ડુંગળીની નિકાસ તાત્કાલિક પુનઃ ચાલુ થાય તે જરૂરી છે.

ત્યારે વડાપ્રધાનશ્રી ગુજરાતના છે અને ગુજરાતના ખેડૂતોની આર્થિક બરબાદી અટકાવવા ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક ઉઠાવી લેવા માટે આપ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરો તેવી વિનંતી છે.

Other News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા આણંદના રસ્તાઓ ચકાચક

Related posts

રૂ. ૭૦,૦૦૦ ના બનાવટી વિદેશી દારૂ સાથે મહુધાનો બુટલેગર ઝડપાયો…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ…

Charotar Sandesh

આણંદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દંળ દ્વારા વિશાળ રેલી યોજાઈ

Charotar Sandesh