Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કપડવંજ વિધાનસભા વિસ્તારમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા 

કપડવંજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા

કરોડો ભારતવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવ્ય ક્ષણ આવી ગઈ. ભારતવર્ષના રાજાધિરાજ, રાષ્ટ્રની અનાદી ચેતનાના સ્વામી, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પાવન નગરી અયોધ્યાજીમાં પુનઃ બિરાજમાન થયા.
આ પ્રસંગે સમગ્ર કપડવંજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા જેમાં  છીપડી (ગોગજીપુરા) ખાતે સર્વે ગ્રામજનો સાથે અયોધ્યા થી લાઈવ પ્રસારણ ગામજનો નિહાળ્યું.

અવધપુરીમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ  યોજાઈ રહ્યો છે,ત્યારે કપડવંજ વિધાનસભા વિસ્તારમાં નીકળેલ શોભાયાત્રામાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા જિલ્લા ભાજપા પ્રમુખ અજયભાઇ બ્રહ્મભટ્ટ સાથે જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિરાગ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં રામ ભક્તિ મય વાતાવરણ માં રાષ્ટ્ર ભક્તિ ના અનોખા સમન્વય રૂપ કાર્યક્રમ કપડવંજ નગરપાલિકા ના સૌ સદસ્યો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો. કપડવંજ ટાઉન હોલ ખાતે ૧૦૧ ફૂટ ઉંચાઈના રાષ્ટ્રધ્વજ નું લોકાર્પણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ  ધારાસભ્ય રાજેશભાઈ  ઝાલા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન, ઉપપ્રમુખ નીરવભાઈ, કારોબારી ચેરમેન અલ્પેશ ભાઈ તથા નીતિન શાહ અને દક્ષેશ ભાઈ, જિલ્લા ઉપપ્રમુખ સેજલ બેન અને એ.પી.એમ.સી. ચેરમેન ધવલભાઈ પટેલ નગર પાલિકા ના સૌ સદસ્યો તેમજ પ્રાંત અધિકારી શ્રી અનિલભાઈ  ગૌસ્વામી જી અને નાયબ પોલીસ વડા સોલંકી જી,કપડવંજ નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબેન ઉપસ્થિત રહ્યા.https://charotarsandesh.com/celebration-of-sri-ram-pran-pratishtha-mohotsav-at-sri-hari-residency-in-kathlal/

Related posts

રામનવમી તહેવારને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં ૩૧ માર્ચ સુધી હથિયારબંધી લાગુ કરાઈ

Charotar Sandesh

ઉમરેઠમાં રાંધણ ગેસની બોટલ ફાટતા પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાનો પગપેસારો : પહેલો કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું…

Charotar Sandesh