Charotar Sandesh
ઈન્ડિયા

બાળકો માટે પુણેમાં કોવોવૈક્સની ૨/૩ તબક્કાની ટ્રાયલ શરૂ થઇ

કોવોવૈક્સ

પુણે : કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં અત્યાર સુધી વેક્સિનથી વંચિત રહેલા બાળકો માટે ખુશખબર આવી છે. પુણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજમાં બુધવારે કોવોવૈક્સ વેક્સિનના ફેઝ ૨/૩નું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ટ્રાયલ ૭થી ૧૧ વર્ષના બાળકો પર કરવામાં આવી રહ્યુ છે. આ બાજૂ દિલ્હીમાં હમદર્દ ચિકિત્સા વિજ્ઞાન અને અનુસંધાન સંસ્થામાં કોવોવૈક્સના બીજા તબક્કાનું ટ્રાયલ માટે વોલિંટિયર્સની ભરતી શરૂ થઈ ગઈ છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. સંજય લલવાનીએ જણાવ્યુ છે કે, પુણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ હોસ્પિટલે બુધવારે ૭ અને ૧૧ વર્ષના બાળકો માટે કોવોવૈક્સના ૨/૩ તબક્કાની ટ્રાયલ શરૂ કરી દીધી છે. ટ્રાયલ માટે ૯ બાળકોની ભરતી કરવામાં આવી છે. વેક્સિનના આ તબક્કામાં ટ્રાયલ માટે દેશમાં ૯ કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે. ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ હોસ્પિટલ પણ તેમાં શામેલ છે.

બાળકો પર કોવિડ સામે રસીની ટ્રાયલની પ્રક્રિયા ભારતમાં શરૂ થઈ છે અને જોડાવાની ઉંમર ૨ થી ૧૭ વર્ષ છે. પુણેમાં શરૂ થયેલી ટ્રાયલ દરમિયાન, બાળકોને ૨૧ દિવસના અંતરાલે બે ડોઝ આપવામાં આવશે.

સેરોમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં લાવવામાં આવેલી નોવોવેક્સ રસીનું ભારતીય સંસ્કરણ કોવોવેક્સ છે

હમદર્દ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં બે થી ૧૭ વર્ષના બાળકોમાં કોવિડ -૧૯ રસી કોવોવૈક્સના ત્રણ ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા તબક્કા માટે ભરતી રવિવારે શરૂ થઈ હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ ૧૦ સ્થળોએ લેવામાં આવશે અને તેમાં ૧૨-૧૭ અને ૨-૧૧ વય જૂથના ૪૬૦-૪૬૦ બાળકો સહિત ૯૨૦ બાળકો સામેલ થશે.

Other News : વડાપ્રધાને સ્વચ્છ ભારત મિશન ૨ અને અમૃત યોજના ૨.૦ કરી લોન્ચ

Related posts

૧ જાન્યુ.૨૦૨૦ના દિવસે દુનિયામાં ૩.૯૨ લાખ બાળકો જન્મ્યા : સૌથી વધુ ભારતમાં…

Charotar Sandesh

કોરોનાની બીજી લહેરમાં ૭૧૯ ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, બિહારમાં સૌથી વધુ મોત…

Charotar Sandesh

હેમંત સોરેને ઝારખંડના ૧૧મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Charotar Sandesh