Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગમાં કુલ મળી ૧૫ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા

આણંદ બેઠક

Anand : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત Anand જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા.

જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા હતા.

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ૬૯ ઉમેદવારો મેદાનમાં

અંતિમ દિવસે પરત ખેંચાયેલ ઉમેદવારી પત્રો પૈકી ૧૦૯-બોરસદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદિશભાઇ ગોવિંદભાઇ સોલંકી તેમજ અપક્ષ ઉમેદવાર વજેસિંહ ઉદેસિંહ સોલંકી,

૧૧૦-આંકલાવ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજ, 

૧૧૧-ઉમરેઠ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિન્દલ લખારા તેમજ અપક્ષ ઉમેદવાર રાજુબેન રમેશભાઇ ઝાલા અને ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણ,

૧૧૨-આણંદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહુલકુમાર વિનોદભાઇ વસાવા તેમજ અપક્ષ ઉમેદવાર યામીનભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા અને અલ્લારખા નસીબખાન પઠાણ, 

૧૧૩-પેટલાદ બેઠક પર અપક્ષ ઉમેદવાર નટવરભાઇ શંકરભાઇ સોલંકી

૧૧૪-સોજીત્રા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયમિનકુમાર અમૃતભાઇ પરમાર તેમજ રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર અમિતકુમાર ભુપેન્દ્રભાઇ પટેલે તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.

જ્યારે ૧૦૮-ખંભાત બેઠક પર કોઇ ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રો પરત ખેંચ્યું ન હતું તેમ સંબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીશ્રીઓએ જણાવ્યું છે.

નોંધનીય છે કે તા. ૨૧ નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે જિલ્લાના ૭ મતદાર વિભાગના ચૂંટણી જંગમાં ૬૯ ઉમેદવારો રહ્યા છે.

Other News : ન ઘરના ન ઘાટના : આ દિગ્ગજ નેતા સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, ને હવે ક્યાંયના ન રહ્યાં

Related posts

વડતાલ શ્રી સ્વામિનારાયણમાં ૧.૪૭ લાખ કિલો લીંબુ અને મરચાના અથાણું તૈયાર કરાયું

Charotar Sandesh

વર્ષોથી પરેશાન નાગરિકો રજોડ ગામની તલાવડીમાં ઓવરફ્લો થતા પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ…

Charotar Sandesh

ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી કારમાં વારંવાર ખામી સર્જાતા આણંદના વેપારીએ ઢોલ-નગારા વગાડી શો રૂમ પર પહોંચી પરત કરી

Charotar Sandesh