ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આણંદ જિલ્લા પ્રશાસનની આગવી પહેલ
વહિવટી અસરકારકતા વધારવા અને લોકોની ફરીયાદોના ઝડપી – અસરકારક નિરાકરણની સાથે NRI ના પ્રશ્નોનો ડીઝીટલ માધ્યમથી ઉકેલ આવે તે માટેની એપ્લીકેશન લોન્ચ કરાઈ
જિલ્લાના નાગરિકોને આ એપ્લીકેશનનો ઉપયોગ કરવા જિલ્લાઠંડી વધતા કોરોના સંક્રમણ વધી શકે છે : આણંદ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં વધુ બે કેસ કલેકટરશ્રી મનોજ દક્ષિણીનો અનુરોધ
આ એપ્લીકેશન સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુ રૂપ બની રહેશે
આણંદ : ૨૧ મી સદીના આ યુગમાં આજે લોકો માટે ટેકનોલોજી આશિર્વાદરૂપ બની રહી છે. જેને ધ્યાને લઇ રાજય સરકારે વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોના પ્રશ્નો – ફરિયાદોનું સુખદ નિરાકરણ આવે તે ઉપર ભાર મૂક્યો છે. તેવા સમયે આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આગવી પહેલ કરીને જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકો માટે બહુહેતુક ચાર એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. જેને આજે કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી મિતેષભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીએ લોન્ચ કરી હતી.
આ એપ્લીકેશનની સાથે જિલ્લા પ્રશાસન દ્વારા એન.આર.આઈ. જિલ્લા તરીકે જાણીતા આણંદ જિલ્લાના બિન નિવાસી ગુજરાતી લોકોના પ્રશ્નો – મુશ્કેલીઓનું પણ વિદેશમાં બેઠાં – બેઠા ઈલેકટ્રોનિક ઉપકરણ દ્વારા નિરાકરણ આવે તે માટે ‘‘NRI સહાયક’’ નામની એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના વિદેશમાં વસવાટ કરતા બિન નિવાસી આણંદ જિલ્લાના રહીશોને આણંદ જિલ્લામાં નેટીવીટી સર્ટીફીકેટ, તેઓની ખેતીની જમીન, રહેઠાણની જમીન, બીનખેતીની જમીન, સબ રજીસ્ટ્રારની કચેરી તથા તેમની જમીનને લગતાં ટાઈટલ, ક્ષેત્રફળ, વારસાઈ, વગેરેને લગતાં પ્રશ્નોનો એક જ પ્લેટફોર્મ ઉપરથી નિવારણ થાય તે માટે આ એપ શરૂ કરવામાં આવેલ છે.
જેના કારણે અરજદારની જે વિભાગ – કચેરીને લગતી અરજી હશે તે કચેરી- વિભાગને અરજદારની રજુઆત પેપરલેસ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ એપ દ્વારા પહોંચશે અને સંબંધિત શાખા/કચેરીને તેની નિયમોની જોગવાઇ સાથે ઝડપથી નિર્ણય પ્રક્રિયા લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનું દેખરેખ અને નિયંત્રણ કલેકટરશ્રી પોતે કરશે તેમ જણાવી નાગરિકોને આ એપ્લીકેશનનો અનુરોધ કર્યો છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે ખાસ ઉપસ્થિત રહીને જિલ્લાના નાગરિકોને તેનો બહોળા પ્રમાણમાં લાભ લેવાની સાથે પોતાના આઇ.ટી.સેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરીશ તેવી ખાત્રી આપી હતી. તેમણે વધુમાં હાલ તહેવારોના સમયમાં જિલ્લાના નાગરિકોને કોરોના હજુ ગયો નથી ત્યારે અવશ્ય માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.
આ પ્રસંગે કલેકટર કચેરી ખાતે આવતા નાગરિકો અને અરજદારોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવીન પાણીનું પરબનું જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની ઉપસ્થિતિમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શહેર-જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Other News : ઠંડી વધતા કોરોના સંક્રમણ વધી શકે છે : આણંદ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં વધુ બે કેસ