Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર કરી

ઈન્દુલાલ યાજ્ઞિક

ગરવી ગુજરાતના 64મા સ્થાપના દિન નિમિત્તે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ખાતે નડિયાદ શહેર (જિ) કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા.

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, આજે સમગ્ર રાજ્યમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે દરેક ગુજરાતીઓ ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના ખુણે ખુણે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વચ્ચે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે પણ જુદીજુદી સંસ્થાઓના આગેવાનોએ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકને આ તબક્કે યાદ કરી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા છે

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ભરતભાઈ દેસાઈ, નરેશ કાકા બ્રહ્મભટ્ટ, શૈલેન્દ્રસિંહ, રાજુ ભાઈ રબારી, અલ્કેશભાઈ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Other News : સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

Related posts

આગામી નવેમ્બર માસમાં જિલ્‍લાના તમામ મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે

Charotar Sandesh

૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી

Charotar Sandesh

ગૃહિણીઓને પડતાં પર પાટુ… શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા…

Charotar Sandesh