Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રશંસનીય કાર્ય કર્યું, જુઓ વિગતવાર

આણંદ જિલ્લા કલેક્ટર

આણંદ : તા.૨૮ માર્ચ-૨૦૨૨થી SSC-HSC Board Exam સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં પ્રારંભ થઇ ગયો. જે પરીક્ષાઓ તા.૨૦ એપ્રિલ-૨૦૨૨ સુધી ચાલુ રહેશે. જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ આણંદ ખાતેની ડી. એન. હાઇસ્કૂલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને SSC-HSC Board Exam વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી તેઓનું સ્વાગત કરી મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવીને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કલેકટર શ્રી દક્ષિણી તે વિદ્યાર્થીનો હાથ પકડી વિદ્યાર્થીને તેના વર્ગખંડ સુધી દોરી ગયા હતા

આજના દિવસે આણંદની ડી.એન.હાઇસ્કૂલ ખાતે SSC-HSC Board પરીક્ષા આપવા આવી રહેલ એક દિવ્યાંગ વિદ્યાર્થીને જોઇને કલેકટર શ્રી દક્ષિણી તે વિદ્યાર્થીનો હાથ પકડી વિદ્યાર્થીને તેના વર્ગખંડ સુધી દોરી ગયા હતા. ત્યારબાદ પરીક્ષા શરૂ થવાના સમય પહેલાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના વર્ગખંડમા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ સાથે તેમની પાટલી પર બેસીને તેઓની સાથે વાર્તાલાપ કરી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

જિલ્લા કલેકટર શ્રી દક્ષિણીએ ડી. એન. હાઇસ્કૂલ ખાતેના SSC-HSC Board પરીક્ષા કેન્દ્રોના વિવિધ ખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કોઇપણ જાતની ચિંતા કે ગભરાટ રાખ્યા વગર પરીક્ષા આપવાનું જણાવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Other News : આણંદ જિલ્લામાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા કલેકટરએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

Related posts

આણંદમાં લોકડાઉનને પગલે સામાન્ય જનતા માટે ઓપીડી સેન્ટર શરૂ કરાયું…

Charotar Sandesh

ગુનો શોધવામાં નિષ્કાળજી બદલ તારાપુરના પી.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલિસ વિભાગમાં ચકચાર

Charotar Sandesh

આણંદ જિલ્લાના જાહેર-ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ/લોજ/વીસીના સંચાલકોએ મુલાકાતીઓનું રેકર્ડ નિભાવવું…

Charotar Sandesh