Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૭૫ મી.મી., અત્યાર સુધી કુલ-૨૭૦૭ મી.મી. વરસાદ નોંધાયો

વરસાદ નોંધાયો

અત્યાર સુધીમાં સૌથી વધુ આણંદ તાલુકામાં ૪૮૨ મી.મી. જ્યારે સૌથી ઓછો આંકલાવ તાલુકામાં ૨૫૬ મી.મી. વરસાદ(rain) નોંધાયો

આણંદ જિલ્લામાં આજે બપોરના ૧૨-૦૦ કલાકથી બપોરના ૦૪-૦૦ કલાક સુધીમાં ૧૪૧ મી.મી. વરસાદ(rain) નોંધાયો

આણંદ : જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તારાપુર તાલુકામાં ૧૦ મી.મી., સોજીત્રા તાલુકામાં ૧૯ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૩૧ મી.મી., આણંદ તાલુકામાં ૨૩ મી.મી., પેટલાદ તાલુકામાં ૫૧ મી.મી., ખંભાત તાલુકામાં ૫૬ મી. મી., બોરસદ તાલુકામાં ૪૩ મી.મી. અને આંકલાવ તાલુકામાં ૪૨ મી.મી. મળીને છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૭૫ મીલીમીટર વરસાદ (rain) નોંધાયો છે. જે સવારે ૬-૦૦ કલાક સુધીનો વરસાદ દર્શાવે છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ(rain) આણંદ તાલુકામાં ૪૮૨ મી.મી.નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ(rain) આંકલાવ તાલુકામાં ૨૫૬ મી.મી. નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૩૦૫ મી.મી., સોજીત્રા તાલુકામાં ૩૪૯ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૨૮૫ મી.મી., પેટલાદ તાલુકામાં ૪૦૪ મી.મી., ખંભાત તાલુકામાં ૩૪૦ મી.મી. અને બોરસદ તાલુકામાં ૨૮૬ મી.મી. મળી જિલ્લામાં કુલ ૨૭૦૭ મી.મી. વરસાદ(rain) નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.

આણંદ જિલ્લામાં આજે બપોરના ૧૨-૦૦ કલાકથી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન ૧૪૧ મી.મી. વરસાદ(rain) નોંધાયો છે. જેમાં તારાપુર તાલુકામાં ૨૩ મી.મી., આણંદ તાલુકામાં ૩ મી.મી., પેટલાદ તાલુકામાં ૩૭ મી.મી., ખંભાત તાલુકામાં ૨ મી.મી., બોરસદ તાલુકામાં ૪૬ મી.મી., અને આંકલાવ તાલુકામાં ૩૦ મી.મી. વરસાદ(rain) નોંધાયો છે. જ્યારે સોજીત્રા અને ઉમરેઠ તાલુકામાં આજે બપોરના ૧૨-૦૦ કલાકથી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન વરસાદ શૂન્ય છે.

Other News : આણંદ જિલ્લાના યુવાનો માટે અગ્નિવીર ભરતીમાં જોડાવાની ઉમદા તક : નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન

Related posts

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામીનો કોરોના પોઝિટિવ આવ્યો…

Charotar Sandesh

ચરોતર ગેસ મંડળી દ્વારા હવે મહિલાઓ સંચાલિત રેસ્ટોરન્ટ શરૂ કરાશે…

Charotar Sandesh

અમદાવાદ બાદ આણંદ જિલ્લાની આ સ્કૂલોને ફાયર એનઓસી લેવા માટે આદેશ અપાયો…

Charotar Sandesh