Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : નાગરિકો સુરક્ષિત રહે તે માટે મોડી રાત્રિ સુધી વેકસિનની કામગીરી કરી રહેલા આરોગ્‍ય કર્મચારીઓ

રસીકરણ મેગા ડ્રાઇવ

આણંદ જિલ્‍લામાં ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ ના પગલે જિલ્‍લાના નાગરિકો રસીકરણ કરાવી

આરોગ્‍ય કર્મચારીઓને કામગીરીને બિરદાવતાં જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

આણંદ : સમગ્ર રાજ્યમાં કોરોના સામેની ઝૂંબેશને તેજ બનાવવા સમગ્ર રાજ્યમાં ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસે ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ વધુ ને વધુ રસીકરણ થાય તે માટે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સુચારૂં આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિએ જિલ્લામાં એકપણ વ્યક્તિ કોરોના રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે રસીકરણની કામગીરી વેગવાન બને અને રસીકરણમાં જોડાયેલાં કર્મચારીઓનું મનોબળ વધે તે માટે આણંદ જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ નિરીક્ષણ આરોગ્‍ય કર્મચારીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્‍લા વિકાસ અધિકારીની આ મુલાકાત અને નાગરિકોના અદમ્‍ય ઉત્‍સાહથી મળી રહેલ સારો પ્રતિસાદ અને નાગરિકો રસીકરણ કરાવી સુરક્ષિત થઇ શકે તે હેતુથી મોડી રાત્રિ સુધી આ મેગા ડ્રાઇવ ચાલુ રાખીને આરોગ્‍ય કર્મચારીઓએ તેમની ફરજો અદા કરી રહ્યા હતા. જિલ્‍લાના આરોગ્‍ય કર્મચારીઓની આ કામગીરીને જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ બિરદાવી હતી.

Other News : શ્રી સંતરામ મંદિર તરફથી અતિવૃષ્ટિ અને પૂરના કારણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડાશે

Related posts

આણંદમાં ડિવોર્સી યુવતીએ ૧૭ વર્ષીય સગીરને ફસાવી : પોલીસે બંન્નેની ધરપકડ કરી…

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતરમાં આસ્થા સાથે હોળી દહન પર્વની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

કતલ થવાની તૈયારીમાંથી ત્રણ વાછરડાને જીવતા બચાવી એક આરોપીને પકડતી આણંદ રૂરલ પોલીસ

Charotar Sandesh