Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ પાલિકાએ પરિખભૂવન સહિત આ ૮૭ જર્જરીત મિલ્કત ધારકોને નોટીસ ફટકારી : જર્જરીત બિલ્ડીંગો મુદ્દે સરકાર એક્શનમાં

બિલ્ડીંગો ચોમાસાની સિઝન

આણંદ પાલિકા વિસ્તારમાં જર્જરીત બિલ્ડીંગો મુદ્દે સરકાર એક્શનમાં : ૬૦ જેટલા બિલ્ડિંગના માલિકો હજી પણ નિદ્રામાં

આણંદ : શહેરમાં ચોમાસાની સિઝનમાં જર્જરિત થયેલ બિલ્ડીંગો મોટી હોનારત સર્જે તે પહેલા કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, ત્યારે પાલિકા દ્વારા આ વર્ષે ૮૭ મિલકતધારકોને નોટીસ અપાઈ છે, જેમાંથી ૨૭ બિલ્ડિંગોનું રિપેરિંગ કામગીરી કરાઈ છે, જ્યારે અન્ય ૬૦ મિલકતધારકો નોટીસને લઈ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈ પાલિકા હવે એક્શનમાં આવી છે. આ બિલ્ડીંગો ચોમાસાની સિઝનમાં મોટી હોનારત સર્જી શકે છે !

ચોમાસાની માહોલમાં આ જર્જરિત મકાન-બિલ્ડીંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, આણંદ પાલિકાએ પ્રિ-મોન્સૂનના ભાગરૂપે ૮૭ જેટલી જર્જરિત બિલ્ડીંગોના માલિકોને નોટીસ ફટકારી છે, જેમાં મુખ્યત્વે અને સૌથી જૂની બિલ્ડીંગોમાં જુના દાદર, રજબશા ક્વાટર્સ, પોલસન રોડ, પરીખભુવન સહિતની બિલ્ડીંગોનો સમાવેશ થાય છે. બીજી તરફ ગામતળમાં ચલુડીયાની ખડકી, ઉંડી શેરી, જોશીનો ટેકરો, ધોબી ફળિયું, ગંગાદાસની ખડકી સહિત લોટીયા ભાગોળના વડવાળા ફળિયા વગેરેનો સમાવેશ થાય છે.

આ બિલ્ડીંગો કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા માલિકોએ સાત દિવસમાં મકાન ઉતારી લેવા તાકીદ કરાઈ હતી.

Other News : રાંધણગેસના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૫૦નો વધારો, આજથી આ ભાવ લાગુ

Related posts

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકના પરિણામ : જુઓ કોણ કેટલા મતોથી જીત્યું અને હાર્યું

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ખળભળાટ…

Charotar Sandesh

હર ઘર તિરંગા અભિયાન SRP ગૃપ-૭ના પોલીસ જવાનો દ્વારા અડાસ ખાતે યોજાયેલ ભવ્ય મશાલ રેલી, જુઓ તસ્વીરો

Charotar Sandesh