અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે, ત્યારે હવે આગામી પ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થનાર છે, ત્યારે ત્રિપાંખીયો જંગ જામવાનો છે.
ત્યારે કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયા કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBCમાં ઠાકોર સમાજના CM હશે. તેમજ સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે.
કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં રાજનીતિ બદલીને મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે જાહેરાત કરી દીધી છે.
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત અંકિત કરવા માટે ગુજરાત કોંગ્રેસ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે, જો તેમની સરકાર આવશે તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવામા આવશે. આ સાથે જ તેમણે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. જે એસસી એસટી અને અલ્પસંખ્યક સમુદાયમાઁથી હશે.
Other News : સોજીત્રામાં ઉમેદવાર વિપુલ પટેલના પ્રચારાર્થે વડાપ્રધાન મોદીએ જનસભા યોજી : કૉંગ્રેસ પર કર્યા પ્રહાર