Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

યાત્રાધામ ડાકોરમાં યોજાનારી રથયાત્રામાં પોલીસ બંદોબસ્તમાં સૌપ્રથમવાર બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે

રથયાત્રામાં પોલીસ

પોલિસ સ્ટેશનોમાં યોજોયેલી શાંતિ સમિતિની બેઠકો બાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં

ડાકોર : આગામી અષાઢી બીજ પહેલી તારીખે ડાકોર સહિત રાજ્યભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, નોંધનીય છે કે કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ધુમધામથી રથયાત્રા (rathyatra) નું આયોજન કરાશે ત્યારે જિલ્લા પોલિસો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ખેડા જિલ્લામાં ડાકોર સહિત અલગ અલગ જગ્યાએ રથયાત્રા (rathyatra) નીકળનાર છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર યોજાય તે માટે પોલીસે શાંતિ સમિતીની બેઠકો યોજી ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ વખતે યોજાનાર રથયાત્રામાં બોડીવોર્ડ કેમેરાનો પણ ઉપયોગ કરાશે અને બાજ નજર રખાશે.

ખેડા જિલ્લામાં મહેમદાવાદ, નડિયાદ, મહુધા, માતર, કપડવંજ સહિતના તાલુકામાં રથયાત્રા (rathyatra) યોજાશે. ડાકોરમાં યોજાનાર રથયાત્રા લગભગ ૧૦ કિલોમીટર જેટલી થી લાંબી હોય છે, સવારે નીજ મંદિરથી નીકળી ભજન મંડળીઓ, ઘોડા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાય છે, પ્રસાદમાં છાશ, મગ અને પાણીનું વિતરણ કરતા વાહનો પણ જોડાય છે, ૨૫૦મી રથયાત્રામાં ૮૯ વર્ષ જુના અને અંદાજીત ૪૦૦ તોલા-ચાંદીના રથયાત્રા (rathyatra) માં ડાકોરના ઠાકોરજી બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળે છે.

Other News : નડિયાદ ડીવીઝનના પાંચ પોલીસ સ્ટેશનોના ગુનામાં ઝડપાયેલ ૩.૩૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

Related posts

આણંદ જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો તા.૧૨/૦૫/૨૦૨૧ સુધી બંધ…

Charotar Sandesh

બોરસદ કોર્ટે ખંડણીખોર રવિ પૂજારીના ૭ દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા : તપાસના ચક્રો ગતિમાન

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા કલેકટરએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

Charotar Sandesh