ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ તેમજ રસીકરણની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વળી, આ વર્ષે વરસાદમાં આવી રહેલા વિલંબ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ જતા ૪૦ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં વાવેતરમાં મુશ્કેલી સર્જાઈ છે.
હવેથી કુલ ૧૦ કલાક વીજળી આપવાની પણ આજથી એટલે કે ૭ જુલાઈ બુધવારથી શરૂઆત કરવામાં આવી છે
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ખેડૂતોને વધુ બે કલાક વિજળી આપવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. હાલમાં ખેડૂતોને ૮ કલાક વીજળી મળે છે પરંતુ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોને સિંચાઈ-પાણી માટે સમસ્યા ન રહે તે માટે હવેથી કુલ ૧૦ કલાક વીજળી આપવાની પણ આજથી એટલે કે ૭ જુલાઈ બુધવારથી શરૂઆત કરવામાં આવી છે. વળી, આ બેઠકમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં નર્મદાનુ પાણી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ હવે ૧૧ જુલાઈ પછી વરસાદ પડવાની સંભાવના છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે ૫ જુલાઈ સુધીમાં અંદાજીત ૪૦.૫૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ છે જે છેલ્લા ૩ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૪૭.૩૯ ટકા વાવેતર થયુ છે.
You May Also Like : ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ : ૧૦મીએ સાંજે અમદાવાદ આવશે