Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં ફરી વળ્યું છે ઠંડીનું મોજું : ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં કોલ્ડવેવ

અમદાવાદ : છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ ઝોનમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. Weather Department ની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. તેથી દરેકે પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે.

Weather Department દ્વારા ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તેની અસર આગામી દિવસોના વાતાવરણ પર પણ થશે.

આગામી દિવસોમાં Gujaratના વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે

આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ ઠંડી વધશે અને તેની ખાસ અસર નદી કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો, ૪.૨ ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ૧૨ ડિગ્રી સાથે અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ જણાઈ રહ્યો છે.

જ્યારે કચ્છ જિલ્લાના ભુજ અને કંડલામાં પણ પારો ૧૦ ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વિય પવનની અસરથી આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Other News : કેરળમાં બર્ડ ફ્લૂનો ખતરો : કોટ્ટયમમાં બર્ડ ફ્લૂ ફેલાયો, બતક સહિત ૬૦૦૦ પક્ષીઓના મોત

Related posts

રાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

ભાજપની પ્રથમ યાદી જાહેર : સાવલીથી કેતન ઈનામદાર રિપીટ : ડભોઈ સહિત વડોદરા જિલ્લાની બેઠકોમાં કોણ ? જુઓ

Charotar Sandesh

રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ : ત્રણ અકસ્માતમાં કુલ ૧૭ના મોતથી હાહાકાર…

Charotar Sandesh