Charotar Sandesh
ગુજરાત

કોરોના કેસો ઘટતાં રાત્રિ કર્ફ્યુ ૧૨ વાગ્યાથી પ વાગ્યા સુધી કરવા વિચારણા : આવતીકાલે જાહેર કરાશે SOP

નાઇટ કર્ફ્યૂ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો અંકુશમાં આવ્યા છે, ત્યારે હવે કેબિનેટમાં ચર્ચા થયા બાદ આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, જેમાં નાઇટ કર્ફ્યૂ ૧૦થી સવારના ૬ વાગ્યાને બદલે ૧૨થી સવારના ૫ વાગ્યા સુધી અને કેટલાંક શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે.

હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે

તેમજ આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી દરરોજ રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે.

Other News : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો : કુલ ૪૯ આરોપી દોષિત જાહેર, ૨૮ આરોપીઓને નિર્દોષ છોડાયા

Related posts

ગુજરાતમાં સારા વરસાદ માટે આગામી ૧૦ દિવસ જોવી પડશે રાહ…

Charotar Sandesh

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશે : સીએમ રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં ૭૦ ટકા લોકો નોનવેજ-દારૂનો ઉપયોગ કરે છે : શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh