Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના-ઓમિક્રોન વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી જાહેર : ફેબ્રુઆરીના આ તારિખથી શરૂ થશે

વિધાનસભાની ચુંટણી

૭ રાજ્યોમાં ૫ તબક્કામાં મતદાન, શરૂઆત ૧૦ ફેબ્રુઆરીએ યુપીથી; ૧૦ માર્ચે ૫ રાજ્યોનું પરિણામ

૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ વચ્ચે યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં ગોવા, ઉત્તરાખંડ, અને પંજાબમાં એક તબક્કામાં તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે, મણિપુરમાં બે તબક્કામાં ચુંટણી યોજાશે, ઉત્તરપ્રદેશમાં ૭ તબક્કામાં ચુંટણી યોજાશે

ન્યુ દિલ્હી : દેેશમાં કોરોના-ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે, તે વચ્ચે ચૂંટણી પંચે આજે શનિવારે ૫ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે

ચૂંટણીની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે જ ૧૦ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

વધુમાં ૧૫ જાન્યુઆરી સુધી કોઈ પણને રોડ શો, રેલી, પદયાત્રા, સાયકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. વર્ચ્યુઅલ રેલી મારફતે જ ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં.

Other News : વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઈ તેની તપાસ હવે હાઈલેવલ કમિટી કરશે

Related posts

મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ ફટકાર્યો ૨૫ કરોડનો દંડ…

Charotar Sandesh

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી…

Charotar Sandesh

એક્ટર ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ૨’ દેશભરમાં રિલીઝ થઈ છે.

Charotar Sandesh