Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ક્રાઈમ : ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી હેરાફેરી કરતાં ત્રણ શખ્સો પકડાયાં

ઉમરેઠ પોલીસ સ્ટેશન

આણંદ : ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલ ચેકપોસ્ટ પર જરૂરી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે દરમિયાન દિનેશભાઇ વિરાભાઇ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે એક મહીન્દ્રા પીકઅપ ડાલા નંબર c.G-11.AV-8897 માં પાછળના ભાગે તબેલાનો સામાન જેમ જારી વાળા મોટા પંખા તેમજ બીજી ચીજવસ્તુઓ મુકેલ છે અને જેની આડમાં ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો એક થેલામાં ભરેલ છે અને સદર વાહન ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલ ઉમરેઠ પોલીસ સ્ટેશન ચેકપોસ્ટ ઉપર થઇ ઉમરેઠ તરફ આવનાર છે.

આ કેસમાં પોલીસે ત્રણ શખસની અટકાયત કરી ૨.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તેવી ચોક્કસ બાતમી મળતાં જરૂરી કાર્યવાહી કરી ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલ ચેકપોસ્ટ ઉપર વોચમાં હતા અને તે દરમ્યાન સદર બાતમી વાળા વાહન આવતાં કોર્ડન કરી રોકવામાં આવી. તે વાહનમાં તપાસ કરતાં સદર વાહનનના કેબિનના સીટની પાછળના ભાગે એક થેલો મળી આવ્યો હતો. જેની તપાસ થેલામાંથી ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો અને જે અંગે જરૂરી પાસ પરમીટ માંગતા સદર ઇસમો પાસે પાસ પરમીટ ના હોવાને કારણે પકડાયેલ ઇસમો વિરુધ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી,એસ. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ઉમરેઠ ડાકોર રોડ ઉપર આ વાહનમાં તપાસ કરતા કેબીનના સીટની પાછળના ભાગે એક થેલો મળી આવ્યો હતો. જે થેલામાં ગાંજો ભરેલો હોવાનું જણાઇ આવ્યું હતું. આથી, એફએસએલ અધિકારી દ્વારા જરૂરી નમુના લઇ તપાસ કરતાં થેલામાં ભરેલો મુદ્દામાલ ગાંજો હોવાનું સાબિત થયું હતું. આ અંગે પરમીટ માંગતા તેમાં બેઠેલા ત્રણ શખસો કોઇ જવાબ આપી શક્યા નહતાં.

  • આરોપીઓ :
  • (૧) મણીરામ સાબુરામ ચૌહાણ રહે. કોટેતરા ઇન્દીરા નગરી તા.જપજપપુર જી. જાંજગરી છતીસગઢ ,
    (ર) સંતોશકુમાર ચૌટીરામ ઉરાવ રહે. બરધ્વાર બસતી તા.શક્તિ જી.જાંજગરી છતીસગઢ,
    (૩) રામકુમાર કેશવપ્રસાદ ચૌહાણ રહે. કોટેરા ઇન્દીરા નગરી તા. જપજપપુર જી.જાંજગીર ચાંપા છતીસગઢ
  • આરોપીઓ પાસેથી મળી આવૈલ મુદામાલ :
  • (૧) વગર પાસ પરમીટનો ગેરકાયદેસરનો ગાંજો પ.૧૯ કિ.ગ્રામ કિ.રૂ.૫૧,૯ool- ,
    (૨) મોબાઇલ નંગ.૩ કિ.રૂ. ૫૦૦૦/-
    (૩) મોટા જારીવાળા પંખા તથા અન્ય સામાન કિ.રૂ.૧૦,૦૦૦.
    (૪) આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ રૂ.૨૦,૦૦૦/-
    (૫) મહીન્દ્રા પીકઅપ કિ.રૂ.૧,૨૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૩૬,૯૦૦/- નો મુદામાલ તપાસ કબજે કરી એન.ડી.પી,એસ. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

Other News : આણંદ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે

Related posts

આણંદ જનતા કર્ફયુ : રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રોડ-રસ્તા બન્યા સુમસામ : જોરદાર પ્રતિસાદ…

Charotar Sandesh

વિવાદિત નિવેદન મામલે આણંદના ડૉ. શૈલેષ શાહ અને પીંકલ ભાટિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

Charotar Sandesh

આણંદ લોકસભા બેઠક ઉપર ૧૭.૮૦ લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

Charotar Sandesh